🔥 TRENDING પખાજણ-લીમડી માર્ગ પર વરસાદથી એસ.ટી. બસ... ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા, બાદમાં દુષ્કર... ਵਿਧਾਇਕ ਚੱਢਾ ਨੇ ਛਿੰਝ ਮੇਲੇ 'ਚ ਜਲੇਬੀਆਂ ਨਾ... Farooq Abdullah Urges Boost in Kashmir... Police Raid Jammu Kashmir Jewellery Sh... Yash Paul Bourney Sworn In as Judge of...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

દલખાણીયા ગામમાં દીપડો પાંજરે પુરાયો, વન વિભાગની ઝડપી કામગીરીથી ગ્રામજનોમાં રાહત

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 19 Sep 2026, 06:36 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વન વિભાગની ચાર કલાકની અંદર દીપડો પાંજરે પુરાવાથી દલખાણીયા ગામ અને આસપાસના વિસ્તારમાં રહેવાસીઓમાં રાહતની લાગણી પ્રસરી ગઈ.

દલખાણીયા ગામમાં દીપડો પાંજરે પુરાયો, વન વિભાગની ઝડપી કામગીરીથી ગ્રામજનોમાં રાહતની લાગણી પ્રસરી ગઈ.

ગામમાં દીપડાની અવરજવર અને ભયના કારણે ગ્રામજનોમાં ચિંતાનો માહોલ હતો, ખાસ કરીને કોઠા ધાર વિસ્તારમાં દીપડો અવારનવાર જોવા મળતો હતો.

સુરેશભાઈ કનુભાઈ ધોરાજીના ઘરે દીપડાએ વાસરડાનું મારણ કર્યું, અને આ ઘટનાની જાણ સુરેશભાઈ ધોરાજીએ તાત્કાલિક વન વિભાગને કરી. વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને દીપડાને પકડવા માટે પાંજરું મૂક્યું.

વન વિભાગની ઝડપી અને અસરકારક કામગીરીથી માત્ર ચાર કલાકની અંદર દીપડો પાંજરે પુરાયો. દીપડો પાંજરે પુરાયાની જાણ થતાં જ ગામના લોકો ટોળેટોળા એકઠા થયા અને દીપડાને જોવા માટે ઉમટી પડ્યા.

દીપડો પકડાઈ જતા દલખાણીયા ગામ સહિત આસપાસના વિસ્તારમાં રહેવાસીઓમાં રાહતની લાગણી પ્રસરી ગઈ. ગ્રામજનો વન વિભાગની સમયસર અને સતર્કતાપૂર્વક કરવામાં આવેલી કામગીરીને બિરદાવ્યા અને વન વિભાગ પ્રત્યે પ્રસન્નતા વ્યક્ત કરી. વન વિભાગની ટીમમાં પીબી ઝાપડીયા, ફોરેસ્ટર વીબી ડાભી, કે કે ડાંગર, નાનુભાઈ મકરાણી, ટેકર મુન્નાભાઈ સોલંકી અને લેબર સુરેશભાઈ વાઘેલા સામેલ હતા.
📲Get App