🔥 TRENDING લીલિયાના સલડી ગામના તરૂણનું બાઈક-ટ્રક... सीतापुर में मोबाइल लूटने वाले 4 बदमाश... Delhi University Students' Union Vote... Kerala CM Satheesan Meets Palestinian... 30 Injured as Bus Collides with Tracto... Four‑storey building tilts in Gopanpal...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જૂનાગઢમાં ગિરનારી ગ્રુપ દ્વારા ગાયત્રી મંદિર ખાતે ગજાનંદ ગણપતિ મહોત્સવની સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ વિતરણ

✍️ Reporter: Sudip Gadhiya 🗓 19 Sep 2026, 08:42 AM 👁 31
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

13 સપ્ટેમ્બર 2026 ના રોજ ગાયત્રી મંદિર ખાતે ગજાનંદ ગણપતિ મહોત્સવ માટે ગિરનારી ગ્રુપ દ્વારા આયોજિત સ્પર્ધાઓમાં વિજેતા થયેલ બાળકોને 18 સપ્ટેમ્બર 2026 ના રોજ ઝાંસીની રાણી પાસે આવેલ ગિરનારી ગણેશમાં ઇનામ આપવામાં આવ્યા.

13 સપ્ટેમ્બર 2026 (રવિવાર) રોજ જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપએ ગાયત્રી મંદિર ખાતે ગજાનંદ ગણપતિ મહોત્સવની ઉજવણી માટે વિવિધ સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કર્યું.

સ્પર્ધાઓમાં ભાગ લેનારા બાળકોમાં વિજેતા થયેલ તમામને 18 સપ્ટેમ્બર 2026 (શુક્રવાર) રોજ ઝાંસીની રાણી પાસે આવેલ ગિરનારી ગણેશમાં ઇનામ વિતરણ કરવામાં આવ્યું.

ઇનામ વિતરણ સમારંભમાં સ્થાનિક ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા સાહેબે બાળકોને પ્રોત્સાહનરૂપે ઇનામો આપ્યા અને તેમને શુભેચ્છાઓ પાઠવવા માં આવી

ગિરનારી ગ્રુપએ ઉપસ્થિત તમામને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
📲Get App