🔥 ट्रेंडिंग થાણા પીપળીમાં કાયમી પંચાયત તલાટી માટે... રાજકોટમાં 55 વર્ષીય બ્યુટીપાર્લર ગીતા... હિંમતનગરમાં ભવ્ય 'જય અંબે પત્રકાર વિસા... મુખ્ય ગીતામંદિર નજીક લાલબત્તી ડિસ્કો સ... नागालैंड ने मतदान केंद्रों को 2,399 तक... रिव बीलीऊ शुया का अंतिम संस्कार आज नाग...
19 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ગણેશોત્સવ દરમિયાન અમદાવાદ સાયબર ક્રાઇમ ટીમે પંડાલોમાં ડિજિટલ સુરક્ષા જાગૃતિ અભિયાન ચલાવ્યું..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 19 सित. 2026, 01:45 PM 👁 14
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગણેશોત્સવની ઉજવણી સાથે અમદાવાદ સાયબર ક્રાઇમ ટીમે શહેરનાં વિવિધ ગણેશ પંડાલોમાં મુલાકાત લઈને નાગરિકોને ઑનલાઇન ફ્રોડ અને સાયબર સુરક્ષા વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું..

અમદાવાદ:-
સાયબર ક્રાઇમ ટીમે ગણેશોત્સવની ભક્તિમય ઉજવણી દરમિયાન શહેરનાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઈને નાગરિકો સાથે સીધો સંવાદ સાધ્યો.આ મુલાકાતો દ્વારા ડિજિટલ સુરક્ષા જાગૃતિનો સંદેશો પહોંચાડવામાં આવ્યો.ટીમે ઉત્સવની ઉલ્લાસભરી વાતાવરણમાં ઓનલાઇન ફ્રોડ,ડિજિટલ અરેસ્ટ, અજાણી લિંક્સ અને સોશિયલ મીડિયા પર સાવચેતી રાખવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું.નાગરિકોને શંકાસ્પદ લિંક્સ અને અણધારી સંદેશાઓને અવગણવા અને વ્યક્તિગત માહિતીની સુરક્ષા માટે સાવધાન રહેવા માટે સલાહ આપવામાં આવી..

સાઇબર ફ્રોડની સ્થિતિમાં તાત્કાલિક ૧૯૩૦ પર સંપર્ક કરવા અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવા માટે માર્ગદર્શન આપ્યું. આ પગલાં દ્વારા નાગરિકો પોતાના ડિજિટલ સુરક્ષા અધિકારોનું સક્રિય રીતે રક્ષણ કરી શકે છે.ટીમે ભારપૂર્વક જણાવ્યું કે સાયબર સુરક્ષા એ સાચી સાવધાની છે અને ગણેશોત્સવ જેવા ઉત્સવોમાં પણ ડિજિટલ વાતાવરણને સુરક્ષિત રાખવું અનિવાર્ય છે.
📲Get App