🔥 TRENDING ઝાલોદના જય માતાજી સેવા સંઘનો 18મો સેવા... સેવા સંકલ્પ અભિયાનમાં કાલાવડના ખરેડી ગ... मिक्सिंग मटेरियल प्लांट का प्रदूषण अंबाला के गणेश महोत्सव में 5 साल की मि... Gurgaon Executive Found Dead; Police S... Brain-Dead Worker in Haryana Saves Liv...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિસાવદર મતવિસ્તારના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓએ મળીને રોડનું ખુન કર્યું: ગોપાલ ઇટાલીયા

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 19 Sep 2026, 08:56 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિસાવદર મતવિસ્તારના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓએ મળીને રોડનું ખુન કર્યું: ગોપાલ ઇટાલીયા

વિસાવદરના ચાર રસ્તાનું કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓએ મળીને ‘ખૂન’ કર્યું, હવે માર્ગ મકાન વિભાગે રસ્તાઓનું બેસણું રાખવું જોઈએ: ગોપાલ ઇટાલીયા

એક જ રોડ માટે કરોડોનું પેમેન્ટ અને ટેન્ડર છતાં રસ્તો બન્યો નથી: ગોપાલ ઇટાલીયા

ભટવાવડી-લુંઘીયા રોડ માટે બે વખત કરોડોના ખર્ચ છતાં રસ્તો બન્યો નહીં: ગોપાલ ઇટાલીયા

આ રોડ ક્યારેય સજીવન થાય એવી આશા નથી, માટે માર્ગ મકાન વિભાગ તરફથી રોડનું બેસણું રાખવામાં આવે એવી ઉચ્ચ સ્તરે રજૂઆત કરેલ છે: ગોપાલ ઇટાલીયા


આમ આદમી પાર્ટીના વિસાવદરના લોકપ્રિય ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા આજે સચિવાલય સ્થિત માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેર (સૌરાષ્ટ્ર)ને પત્ર લખ્યો છે. પત્રમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિસાવદર મતવિસ્તારના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓએ મળીને રોડનું ખુન કર્યું હોવાની બાબતનો ઉલ્લેખ કર્યો છે. પત્રમાં જણાવ્યા મુજબ, જુનાગઢ જિલ્લાના પેધી ગયેલા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ દ્વારા વિસાવદર વિસ્તારના અલગ અલગ ચાર જેટલા રોડનું ખુન કરવામાં આવેલ હોવાથી મૃતક રોડનું બેસણું રાખવા માટે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ઉચ્ચ સ્તરે ફરિયાદ કરેલ છે. હકીકત એવી છે કે, વર્ષ-૨૦૨૧/૨૨ માં એક કરોડ ત્રીસ લાખના ખર્ચે ભટવાવડીથી લુંઘીયા સુધીનો સંપૂર્ણ રસ્તો બનાવવાનું ટેન્ડર મંજુર થયેલ હતું. કોન્ટ્રાક્ટર દ્વારા સંપૂર્ણ રોડ બનાવ્યા વગર જ એક કરોડ ચોવીસ લાખ રૂપિયાનું પેમેન્ટ લઈને રોડનું કામ છોડી દીધું હતું.
ત્યારબાદ નવેસરથી સરકારે એક કરોડ એકત્રીસ લાખનું ટેન્ડર બહાર પાડેલ હતું પરંતુ એક નિવૃત્ત અધિકારીની કંપનીને બે કરોડ બાર લાખમાં ટેન્ડર આપીને નવેસરથી ભટવાવડી લુંઘીયા રોડનું કામ સોંપવામાં આવેલ. જે રોડ ૨૦૨૧/૨૨ માં એક કરોડ ત્રીસ લાખમાં બનવાનો હતો એ રોડનું એક કરોડ ચોવીસ લાખનું પેમેન્ટ તેમજ વધારાના બે કરોડ બાર લાખનું ટેન્ડર કરવા છતાં પણ રોડ ન બનતા અધિકારી અને કોન્ટ્રાક્ટરોના હાથે રોડનું ખૂન થયું હોવાની ફરિયાદ ગોપાલ ઈટાલિયાએ કરેલ છે. હવે આ રોડ ક્યારેય સજીવન થાય એવી આશા નથી માટે માર્ગ મકાન વિભાગ તરફથી રોડનું બેસણું રાખવામાં આવે એવી ઉચ્ચ સ્તરે રજૂઆત કરેલ છે. ભટવાવડીથી લુંઘીયા સિવાય બીજા ત્રણ રોડનું પણ ખૂન થયેલ છે. લીલીયાથી જાંબાળા, ખાંભાથી ઈશ્વરીયા અને જેતલવડથી ઘોડાસણ આ તમામ રોડનું પણ આવી રીતે ખૂન કરવામાં આવેલ છે, તેમ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ફેસબૂકના માધ્યમથી જણાવ્યું હતું.
📲Get App