🔥 TRENDING नवादा: हिसुआ में महादलित युवक के साथ म... Himanta Sarma mocks TMC's new poll sym... BJP Reconsiders Delimitation Strategy... Five Red Panda Cubs Born at Gangtok Zo... Sikkim CM Prem Singh Tamang Congratula... Police Kill Accused in ASI Harjit Sing...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બારડોલી અને ઓવારા ભક્તોએ ગણપતિ અને રામજી વિસર્જનમાં પડકારોનો સામનો

✍️ Reporter: Dhaval Maheta 🗓 19 Sep 2026, 11:34 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બારડોલીમાં પાંચ દિવસની પૂજા પછી ગણપતિની જળસમાધિ મીંડોળા નદીમાં કરવામાં આવી, જ્યારે ઓવારા ખાતે રામજી મંદિરની વિસર્જનમાં પાલિકાની વ્યવસ્થાની અછતથી ભક્તોને મુશ્કેલી પડી.

બારડોલીમાં પાંચ દિવસ સુધી ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કર્યા બાદ ભક્તોએ 'ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે જલ્દી આવજો' ના ગગનભેદી નાદ સાથે શ્રીજીને મીંડોળા નદીમાં જળસમાધિ આપી હતી.\n\nપરંતુ રામજી મંદિર ઓવારા ખાતે શ્રીજી વિસર્જન માટે ઉમટેલા ભક્તોને પાલિકાની શૂન્ય વ્યવસ્થાને કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થળ પર કોઈ જ સરકારી કે પોલીસ કર્મચારી હાજર ન રહેતા ભક્તોમાં રોષ ફેલાયો હતો.\n\nસ્થાનિક તરવૈયાઓએ કરી મદદ. વિસર્જન વેળા ભીડ એકઠી થવાની શક્યતા હોવા છતાં રામજી મંદિર ઓવારા પર પાલિકા દ્વારા કોઈ જ વ્યવસ્થા કરાઈ ન હતી. સુરક્ષા કે વિસર્જન માટે ન તો કોઈ કર્મચારી હાજર હતો, ન તો કોઈ પોલીસ અધિકારી. વ્યવસ્થાના અભાવે ભક્તો ભારે અટવાયા હતા અને આખરે નાછૂટકે પોતાના જીવના જોખમે જાતે જ નદીના ઉંડા પાણીમાં ઉતરીને પ્રતિમાઓનું વિસર્જન કરવાની ફરજ પડી હતી.\n\nઆ વિકટ પરિસ્થિતિમાં સ્થાનિક તરવૈયાઓએ શ્રદ્ધાળુઓને મૂર્તિ વિસર્જનમાં ભારે મદદ કરી હતી.
📲Get App