🔥 TRENDING Former Manipur CM Okram Ibobi Singh sa... Uttar Pradesh media delegation meets M... Tynsong Says Government Will Not Toler... Banks Closed on September 18: Check Yo... Three-Day Diwali Mela Kicks Off at Mat... Tata Motors to Raise Prices of Commerc...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

બારડોલી નગર અને તેન ગામની હદમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠાની સિંચાઈ કેનાલ હાલ તંત્રની ઘોર બેદરકારીને પગલે ગંદા ઉકરડામાં ફેરવાઈ ગઈ છે.

✍️ Reporter: Dhaval Maheta 🗓 18 Sep 2026, 06:56 AM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તેન રોડથી બારડોલી-કડોદરા માર્ગ સુધીના પટ્ટમાં કેનાલની સફાઈની સીધી જવાબદારી બારડોલી નગરપાલિકા હસ્તક હોવા છતાં મહિનાઓથી સફાઈ ન થતાં સમગ્ર કેનાલમાં પ્લાસ્ટિકની થેલીઓ, થર્મોકોલ, પૂજાપા

બારડોલી નગર અને તેન ગામની હદમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠાની સિંચાઈ કેનાલ હાલ તંત્રની ઘોર બેદરકારીને પગલે ગંદા ઉકરડામાં ફેરવાઈ ગઈ છે.

તેન રોડથી બારડોલી-કડોદરા માર્ગ સુધીના પટ્ટમાં કેનાલની સફાઈની સીધી જવાબદારી બારડોલી નગરપાલિકા હસ્તક હોવા છતાં મહિનાઓથી સફાઈ ન થતાં સમગ્ર કેનાલમાં પ્લાસ્ટિકની થેલીઓ, થર્મોકોલ, પૂજાપાનો કચરો અને લીલના થર જામી ગયા છે.

કેનાલમાં કચરો જામી જતાં પાણીનો કુદરતી પ્રવાહ અટકી ગયો

છે અને ગંદુ પાણી સડી રહ્યું છે. આ સ્થિતિના કારણે આસપાસની

સોસાયટીઓ અને રાહદારીઓ અસહ્ય દુર્ગંધથી ત્રસ્ત બન્યા છે.

ચોમાસાની ઋતુમાં ગંદકીના કારણે મચ્છરોની ઉત્પત્તિ વધતાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગચાળો ફેલાવાનું જોખમ તોળાયું છે.

તાત્કાલિક સફાઇની માંગ | પાલિકા દ્વારા કેનાલ કિનારે સીસીટીવી કે ‘કચરો ફેંકવા પર પ્રતિબંધ’ના બોર્ડ લગાવાયા નથી. જાહેરમાં કચરો ફેંકનારા તત્વો સામે દંડનીય કાર્યવાહી ન થતાં લોકો બેફામ બન્યા છે. તંત્ર તાત્કાલિક જેસીબી મશીન મૂકી આ કચરો સાફ કરાવે તેવી લોકમાંગ છે.
📲Get App