🔥 ट्रेंडिंग ओडिशा में बचाए गए पाँच ओरंगुटानों में... ओडिशा के सीएम नवीन पटनायक ने यू.पी.आई.... जालंधर में युवक की मौत, ससुरालियों पर... लुधियाना में 102 ग्राम हेरोइन के साथ य... सतना के कामता टोला में बहुमंजिला इमारत... ધાંગધ્રા તાલુકાના દુદાપુર ગામમાં જુગાર...
18 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

બનાસકાંઠા પોલીસએ ભાદરવી પુનમ મહામેળા માટે ૪૦ થી વધુ આરોપીઓને રોક્યા..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 18 सित. 2026, 04:14 PM 👁 167
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંબાજીમાં ભાદરવી પુનમ મહામેળા દરમિયાન બનાસકાંઠા પોલીસએ ૪૦ થી વધુ ગુનાહિત આરોપીઓને રોકીને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી..

બનાસકાંઠામાં-:
પોલીસએ ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬ થી અંબાજીમાં યોજાનાર ભાદરવી પુનમ મહામેળા માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા ૪૦ થી વધુ આરોપીઓ સામે અસરકારક કાર્યવાહી કરી..

જે સુચના અનુસાર ચિરાગ કોરડીયા ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક, પાલનપુર અને પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક, બનાસકાંઠા રેન્જે એલ.સી.બી.,એસ.ઓ.જી.અને સ્થાનિક પોલીસ દ્વારા અલગ અલગ ટીમો ગઠિત કરી, મહામેળા દરમ્યાન શાંતિને ખલેલ પહોંચાડતા તત્વોને ઓળખવા અને રોકવા માટે કાર્ય કર્યું.ટીમોએ અંબાજી,દાંતા,હડાદ અને અમીરગઢ વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં લૂંટ,ધાડ,અપહરણ,મારી મારી અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ૪૦ થી વધુ આરોપીઓની માહિતી તૈયાર કરી,તેમની સંપર્ક વિગતો અને બાયોડેટા સાથે અને મહામેળા દરમ્યાન કોઈ કાયદા વિરુદ્ધ પ્રવૃતિ ન કરે તે માટે જરૂરી અટકાયતી પગલાં લીધા..

બનાસકાંઠા પોલીસનું વિઝન છે કે અંબાજીમાં ભાદરવી પુનમ મહામેળા શાંતિપૂર્ણ અને વિઘ્ન વિના પૂર્ણ થાય અને સુરક્ષા અને શાંતિ માટે તેઓ પ્રતિબદ્ધ છે.
📲Get App