🔥 ट्रेंडिंग અમરેલીમાં શાંતાબા જનરલ હોસ્પિટલએ કેન્સ... ફતેપુરા - અમદાવાદ રૂટની બસને માળિયા નજ... पीआरडी जवानों को योगी सरकार की बड़ी सौ... જલાલપોર વિધાનસભા મતવિસ્તારમાં નરેન્દ્ર... ગઢડા વિધાનસભા: કોંગ્રેસના પૂર્વ કાર્યક... અમરેલીમાં 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ એક...
18 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ભાદરવી પૂનમ મેળો: સાબરકાંઠા પોલીસે અંબાજી જતા પદયાત્રીઓ માટે જાહેર કરી મહત્વની એડવાઇઝરી, નાયબ પોલીસ અધિક્ષક પાયલ સોમેશ્વરે કરી અપીલ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 18 सित. 2026, 12:40 PM 👁 42
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠામાં-: ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે મા અંબાના દર્શને પગપાળા જઈ રહેલા પદયાત્રીઓની સુરક્ષા માટે સાબરકાંઠા પોલીસ દ્વારા ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે..

સાબરકાંઠા જિલ્લામાં-:
ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે મા અંબાના દર્શને પગપાળા જઈ રહેલા તમામ પદયાત્રી ભક્તોની યાત્રા મંગલમય અને સુરક્ષિત રહે તે માટે સાબરકાંઠા પોલીસ સજ્જ થઈ છે. "બોલ માડી અંબે... જય જય અંબે!" ના નારા સાથે આગળ વધતા ભક્તોની સેવામાં પોલીસ સદાય તત્પર છે.આ અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક પાયલ સોમેશ્વરે પદયાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.પોલીસ પ્રશાસન દ્વારા પદયાત્રીઓને રાત્રિના સમયે ચાલતી વખતે ખાસ સાવચેતી રાખવા જણાવાયું છે. રાત્રિ દરમિયાન અકસ્માત નિવારવા માટે રેડિયમ પટ્ટી તથા રિફ્લેક્ટર જેકેટ અવશ્ય પહેરવા વિનંતી કરાઈ છે,જેથી વાહનચાલકોને પદયાત્રીઓ દૂરથી જ દેખાઈ શકે.આ ઉપરાંત હંમેશાં રસ્તાની સાઈડમાં પદયાત્રીઓ માટે નિર્ધારિત કરવામાં આવેલી પટ્ટી પર જ ચાલવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે..

યાત્રા દરમિયાન સ્વાસ્થ્ય અને કિંમતી સામાનની સુરક્ષા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પદયાત્રીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈ પણ અજાણી વ્યક્તિ પાસેથી ખુલ્લી કે શંકાસ્પદ ખાદ્યસામગ્રી ન સ્વીકારે.આ સાથે જ પોતાના કિંમતી સામાન, મોબાઈલ ફોન અને રોકડ રકમનું ખાસ ધ્યાન રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે.નાયબ પોલીસ અધિક્ષક પાયલ સોમેશ્વરે જણાવ્યું હતું કે યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની કટોકટી અથવા મદદની જરૂર જણાય તો પદયાત્રીઓએ તાત્કાલિક નજીકના પોલીસ સહાયતા કેન્દ્રનો સંપર્ક કરવો અથવા હેલ્પલાઇન નંબર ૧૧૨ (112) ડાયલ કરવો. "સુરક્ષિત ચાલો, શ્રદ્ધા સાથે ચાલો!" ના સંદેશ સાથે પોલીસે ભક્તોને શાંતિપૂર્ણ અને સુરક્ષિત યાત્રા કરવા અનુરોધ કર્યો છે.
📲Get App