🔥 TRENDING મહીસાગર નદી ઘાટ ભક્તિમય: 5 માં દિવસે ઘ... Tamil Nadu Pushes GCC Expansion with N... VCK and DMDK Clash Over Seat Shares Am... MP High Court Halts Sale of Datia Fort... Madhya Pradesh High Court Orders Recou... Kerala Electricity Board warns of powe...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

કૂકાવાવ ખાતે પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે વડિયા યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

✍️ Reporter: dhruvin muliya 🗓 18 Sep 2026, 07:28 PM 👁 36
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને વડિયા યુવા ભાજપ દ્વારા કૂકાવાવ ખાતે રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરાયું

આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વડિયા યુવા ભાજપ દ્વારા કૂકાવાવ ખાતે એક વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુવા ભાજપના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કેમ્પ દરમિયાન અનેક રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને સામાજિક જવાબદારી નિભાવી હતી. યુવા ભાજપના કાર્યકરો દ્વારા તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને માનનીય પ્રધાનમંત્રીશ્રીને દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
📲Get App