🔥 TRENDING Ai Delhi’s 103-Year-Old Ramleela to Debut... 391 Delhi Police Officers Donate Blood... CM Samrat Chaudhary joins BJP's 'Seva... Madhya Pradesh Directs Separate Veg an... Police Arrest Three After Ganesha Stat...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે લુણાવાડા ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ભવ્ય રક્તદાન શિબિર યોજાઈ: ૪૦ યુનિટ રક્ત એકત્ર કરાયું

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 17 Sep 2026, 06:28 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવાર અને સાંસદશ્રી રાજપાલસિંહ જાદવ ની પ્રેરક ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજાઈ

કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે સ્વયં રક્તદાન કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું

ગુજરાત સરકાર દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન રાજ્યવ્યાપી "સેવા સંકલ્પ અભિયાન" હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના પ્રથમ દિવસે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર મહીસાગર જિલ્લામાં ‘સેવા મારું યોગદાન’ અંતર્ગત ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર, મહીસાગર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે જનરલ હોસ્પિટલ, લુણાવાડા ખાતે એક વિશેષ રક્તદાન શિબિર યોજાઈ હતી. જેમાં ઉત્સાહી રક્તદાતાઓ દ્વારા ૪૦ યુનિટ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવાર અને સાંસદશ્રી રાજપાલસિંહ જાદવના અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રી અર્પિત સાગર, અગ્રણીશ્રી દશરથભાઈ બારિયા સહિત પૂર્વ સાંસદશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ સહિત સ્થાનિક પદાધિકારીઓ અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવો અને કાર્યકરોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે હૃદયપૂર્વક મંગલકામનાઓ પાઠવી હતી.

“આપનું રક્ત કોઈનું મૂલ્યવાન જીવન બચાવી શકે છે” તેવા ઉમદા સંદેશ સાથે યોજાયેલી આ શિબિરમાં જિલ્લા કલેક્ટરશ્રી અર્પિત સાગરે સ્વયં રક્તદાન કરી માનવસેવાનું ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કલેક્ટરશ્રીના આ ઉમદા પગલાથી પ્રોત્સાહિત થઈને સ્થાનિક નાગરિકો, તબીબો તેમજ હોસ્પિટલ સ્ટાફે મોટી સંખ્યામાં ઉત્સાહભેર રક્તદાન કરી ૪૦ યુનિટ રક્ત એકત્રિત કરી માનવતાના આ સેવાયજ્ઞમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન માનવસેવાના આ પવિત્ર કાર્યની સરાહનારૂપે સૌથી વધુ વખત રક્તદાન કરનાર રક્તદાતાઓનું મહાનુભાવોના હસ્તે વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સેવાભાવ અને લોકઉત્સાહના વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
📲Get App