🔥 TRENDING आत्मशुद्धि और धर्म आराधना के पर्व में... बक्सर में शव को पोस्टमार्टम के लिए घसी... Kerala Power Cuts Continue, Minister S... Climate Change May Alter Kerala’s Deng... 140 International Students Attend Orie... Chief Ministers Send Birthday Wishes t...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પદયાત્રીઓની સુરક્ષા અને સુગમ વાહનવ્યવહાર માટે લુણાવાડાથી બાબલીયા ચોકડી સુધી ટ્રાફિક નિયમન જાહેરનામું પ્રસિદ્ધ

✍️ Reporter: Burhaan sibhai 🗓 17 Sep 2026, 10:06 AM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અંબાજી ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે પદયાત્રીઓની સુરક્ષા અને સુગમ વાહનવ્યવહાર માટે લુણાવાડાથી બાબલીયા ચોકડી સુધી ટ્રાફિક નિયમન જાહેરનામું પ્રસિદ્ધતા. ૧૫ થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન લુણાવાડાથી બાબલીયા ચોકડી સુધીનો ડાબી તરફનો એક માર્ગ ‘વન-વે’ રહેશેઃ મહત્તમ સ્પીડ લિમિટ ૩૦ કિ.મી./કલાક નિયતઆગામી તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. આ મહામેળામાં મહીસાગર જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી તરફ પ્રયાણ કરતા હોય છે. પદયાત્રીઓની સલામતી સુનિશ્ચિત કરવા, પદયાત્રાના માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય, કોઈ અકસ્માત ન થાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ ટ્રાફિક નિયમન જાહેર કરવામાં આવ્યું છે જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકની સૂચના અનુસાર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી. વી. લટા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ- ૩૩(૧)(ખ) હેઠળ મળેલ સત્તાની રૂએ જાહેર હિતમાં આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
📲Get App