🔥 TRENDING जयपुर में पंचायत राज आरक्षण लॉटरी 23 ए... પાલીતાણા ખાતે માનવ પરિવાર ટ્રસ્ટે નિરા... दोनों भाइयों के संयुक्त प्रदर्शन ने दर... मदनापुर में लगातार बारिश से गालियों मे... પાલીતાણામાં માનવ પરિવાર ટ્રસ્ટ દ્વારા... प्रधानमंत्री नरेंद्र मोदी को जन्मदिन प...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હીમખીમડીમાં રસ્તાની ખરાબ સ્થિતિથી બાળકોને જોખમ, સ્થાનિકો માંગે તાત્કાલિક સુધારણા

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 17 Sep 2026, 10:20 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધારીના હીમખીમડી પરા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર કાદવ અને પાણી ભરાવથી શાળા જતા બાળકોને જોખમ, સ્થાનિકો તંત્રને સુધારણા માટે અપીલ કરે છે.

ધારીના હીમખીમડી પરા વિસ્તારમાં છોટુભાઈની દુકાન પાસેના મુખ્ય માર્ગની પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રસ્તા પર ભારે કાદવ, ગંદકી અને પાણી ભરાયેલાં છે, જેના કારણે સ્થાનિક રહીશો અને ખાસ કરીને શાળાએ જતા નાના બાળકોને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

રોડની બગડેલી હાલત: ભાજપના સ્થાનિક આગેવાન દ્વારા રસ્તા પર ૨૦૦ ફેરા માટી/કાંકરી નાખ્યાનો દાવો કરાયો હતો, પરંતુ ગ્રામજનોના જણાવ્યા મુજબ વાસ્તવમાં ૨૦ ફેરા જેટલું કામ પણ દેખાતું નથી અને કાદવ-કિચડનો ભરાવો યથાવત છે.

આરોગ્ય સામે ખતરો: ચોમાસા સિવાય પણ રોડ પર સતત પાણી અને ગંદકી જમા રહેતા આજુબાજુના વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે.

બાળકોની સુરક્ષા: નજીકમાં જ શાળા આવેલી હોવાથી રોજના સેંકડો બાળકોને આ જ ગંદા પાણી અને કાદવમાંથી થઈને અભ્યાસ અર્થે જવું પડે છે, જેથી નાના બાળકો લપસી પડવાનો કે બીમાર પડવાનો ભય રહે છે.

ગામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે તંત્ર અને જવાબદાર નેતાઓ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે અને આ રોડનું તાત્કાલિક રીપેરિંગ અને સફાઈ કરાવવામાં આવે જેથી લોકોને રોગચાળામાંથી રાહત મળે.
📲Get App