Local
નિવૃત કલેકટર જગતસિંહ વસાવા પર ગૌચર જમીન પર ગેરકાયદે ખેડાણનો આરોપ, ગ્રામજનો મામલતદાર કચેરીમાં વિરોધ પ્રદર્શન
ઉમરપાડાના ઝરપણ ગામમાં નિવૃત કલેકટર જગતસિંહ વસાવા પર ગૌચર જમીન પર ગેરકાયદે ખેડાણનો આરોપ લગાવી ગ્રામજનો મામલતદાર કચેરીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
ઉમરપાડાના ઝરપણ ગામમાં નિવૃત કલેકટર જગતસિંહ વસાવા પર ગૌચર જમીન પર ગેરકાયદે ખેડાણનો આરોપ લગાવી ગ્રામજનો મામલતદાર કચેરીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગામના સરપંચ અને 70 જેટલા ગ્રામજનોની સહી સાથે રાજ્યપાલને સંબોધીને લખેલુ આવેદનપત્ર સાથે ગ્રામજનોએ દેખાવો અને વિરોધ પ્રદર્શન મામલતદાર કચેરી ખાતે કર્યું હતું.
ગામની સરકારી રેકર્ડ મુજબ બ્લોક/સર્વે નં. 98, ક્ષેત્રફળ અંદાજે 1-95-31 હે.આરે.ચો.મી. જમીન પર કેટલાક સમયથી ઉપરોક્ત જમીનના મોટા હિસ્સા ઉપર નિવૃત કલેકટર જગતસિંહ લાલજીભાઇ વસાવા દ્વારા ગેરકાયદે રીતે દબાણ કરી ખેતી કરવામાં આવે છે. દબાણ દૂર કરવામાં આવતું હોવા છતાં ફરીથી તે જ જગ્યાએ ખેડાણ કરી વાવેતર કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ મકાઈ, તુવેર તથા અન્ય પાકોનું વાવેતર કર્યુ છે.
આ પ્રકારનું વારંવારનું દબાણ માત્ર સરકારી જમીન ઉપરનો અતિક્રમણનો નહીં પરંતુ તેનાથી સમગ્ર ઝરપણ ગામના જાહેર હિત, ગૌચરના ઉપયોગ, પશુપાલન અને ગામના ભવિષ્યના વિકાસને સીધી અસર થઈ રહી છે. ગેરકાયદે ખેડાણને કારણે ગામના પશુઓ માટે ઘાસચારા માટેની ઉપલબ્ધ જગ્યા ઘટી રહી છે અને પશુપાલકોને નુકસાન તથા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગ્રામજનોનું કહેવું છે કે ગામની સરકારી મિલકત, ગોચર જમીન તથા જાહેર હિતની જગ્યાઓનું રક્ષણ થવું જોઈએ તેવી અમારી સામૂહિક લાગણી અને માગણી છે. તેઓ મામલતદાર કચેરીમાં દેખાવો અને વિરોધ પ્રદર્શન કરી રાજ્યપાલને આવેદન આપી કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા છે.