🔥 TRENDING એ.સી.બી.માં લાંચની ઘટના: સુરેશકુમાર દશ... Shri Siddeshwara Swami Leads Processio... வேலூரில் 601 கிலோ லட்டு விநாயகர் சதுர்... एचपीसीएल पाइपलाइन से खेल चोरी की कोशिश... Arunachal Governor Urges Innovation an... Arunachal Scientists Launch In‑Depth S...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

અંબાજી ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે પદયાત્રીઓની સુરક્ષા અને સુગમ વાહનવ્યવહાર માટે લુણાવાડાથી બાબલીયા ચોકડી સુધી ટ્રાફિક નિયમન જાહેરનામું પ્રસિદ્ધ

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 16 Sep 2026, 07:54 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અંબાજી ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે પદયાત્રીઓની સુરક્ષા અને સુગમ વાહનવ્યવહાર માટે લુણાવાડાથી બાબલીયા ચોકડી સુધી ટ્રાફિક નિયમન જાહેરનામું પ્રસિદ્ધ
**
તા. ૧૫ થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન લુણાવાડાથી બાબલીયા ચોકડી સુધીનો ડાબી તરફનો એક માર્ગ 'વન-વે' રહેશે: મહત્તમ સ્પીડ લિમિટ ૩૦ કિ.મી./કલાક નિયત
**
આગામી તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. આ મહામેળામાં મહીસાગર જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી તરફ પ્રયાણ કરતા હોય છે. પદયાત્રીઓની સલામતી સુનિશ્ચિત કરવા, પદયાત્રાના માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય, કોઈ અકસ્માત ન થાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ ટ્રાફિક નિયમન જાહેર કરવામાં આવ્યું છે.

જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકની સૂચના અનુસાર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી સી. વી. લટા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) હેઠળ મળેલ સત્તાની રૂએ જાહેર હિતમાં આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર, મહીસાગર જિલ્લાના લુણાવાડાથી બાબલીયા ચોકડી સુધી જવાના રસ્તાની ડાબી તરફની એક લેનને તા. ૧૫ સપ્ટેમ્બરથી તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ (બંને દિવસો સહિત) સુધીના સમયગાળા માટે "વન-વે" (One Way) જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, આ સમગ્ર સમયગાળા દરમિયાન લુણાવાડાથી બાબલીયા ચોકડી સુધી જવા માટેના રસ્તાની ડાબી તરફની બંને લેન પર આવશ્યક સેવાઓ સિવાયના તમામ પ્રકારના વાહનો માટે મહત્તમ ગતિમર્યાદા (સ્પીડ લિમિટ) ૩૦ કિ.મી./કલાક નિયત કરવામાં આવી છે.

આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ અને ૧૩૫ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સમગ્ર યાત્રા દરમિયાન ટ્રાફિક નિયમોનું પાલન કરી વહીવટી તંત્રને સહયોગ આપવા જાહેર જનતા અને વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે.
📲Get App