🔥 TRENDING Five Arrested in Gwalior as Police Bus... सेवा संकल्प अभियान की तैयारियों की कले... Chhattisgarh CM Stops at Roadside Stal... Heat Surges to 35°C in Rajnandgaon as... Mobile Phones Outpace TV: OTTs Capture... Punjab Engineer Suspended After Facebo...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

તહેવારોની ઉજવણી ગણેશ ચતુર્થી ની ઉજવણી કરવામાં આવી થરાદ પોલીસ હેડ કોટર થરાદ

✍️ Reporter: Santoshagiri kailashagiri gauswami 🗓 16 Sep 2026, 10:35 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગણેશ ચતુર્થી ની ઉજવણી

ગણેશ મહોત્સવમાં ધાર્મિક ભાવના સાથે સેવાકીય પ્રવૃત્તિઓનો અનોખો સમન્વય

દિયોદરના અનાથ બાળકોને પ્રસાદ પેકેટનું વિતરણ

થરાદ પોલીસ સ્ટેશનમાં બિરાજમાન ગણેશજીની ભવ્ય મહાઆરતી!

અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આરતી ઉતારી પોલીસ પરિવારના આયોજનને બિરદાવ્યું

વાવ-થરાદ જિ.દા. પોલીસ પરિવાર દ્વારા ગણેશ મહોત્સવ થકી ધાર્મિકતા સાથે સેવાનો સંદેશ:- શંકરભાઈ ચૌધરી

થરાદ પોલીસ સ્ટેશનના પરિસરમાં વાવ-થરાદ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા ગણેશ મૂર્તિની સ્થાપના બાદ સતત ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી તથા વાવના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહી ભવ્ય ગણેશજીની મહાઆરતી કરી હતી તેમજ પોલીસ સ્ટેશન પરિસરમાં યોજાયેલા વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથેના ગણેશ મહોત્સવનું આયોજન બિરદાવ્યું હતું.

મહાઆરતી પ્રસંગે પોલીસ પરિવાર ઉપરાંત શહેરના આગેવાનો, નગરપાલિકાના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાઆરતી પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વાવ-થરાદ જિલ્લા પોલીસ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

ગણેશ મહોત્સવ દરમિયાન ધાર્મિક ભાવના સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવના ભાગરૂપે દિયોદર ખાતે આવેલા અનાથ બાળકોને પ્રસાદ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવેલા આ સુંદર આયોજન બદલ પોલીસ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા તેમજ મહાઆરતી પ્રસંગે દિયોદરથી આવેલા અનાથ બાળકો સાથે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રસંગે શંકરભાઈ ચૌધરી ઉપરાંત વાવ-થરાદના આગેવાનો, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહાઆરતી દરમિયાન ધાર્મિક માહોલ વચ્ચે શ્રદ્ધાળુઓએ ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
📲Get App