🔥 TRENDING બ્રેકિંગ ન્યૂઝ મેળામાં મોતના કૂવાનો ભાગ તૂટી પડતા 10થ... Official Trailer of 'Okka Chuputho (Mo... Police Officer Tukaram Mundhe: The Rea... CBI to Probe Disha Salian's Murder, Ma... Shiv Sena Endorses Shah’s Position on...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મુન્દ્રા : ગીતા હોસ્પિટલની કથિત બેદરકારીને કારણે મહિલાનું મૃત્યુ બાદ સેંકડો લોકોએ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપી હોસ્પિટલ બંધ કરવાની માંગ કરી

✍️ Reporter: B. K. MAHESHWARI 🗓 16 Sep 2026, 08:28 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિવિધ સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિ અને સામાજિક આગેવાનો જોડાયા.

મુન્દ્રા,-તા.16
ગીતા હોસ્પિટલના ડોક્ટરોની કથિત ગંભીર બેદરકારીને કારણે એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને પગલે તથા આ હોસ્પિટલની બેદરકારીને કારણે અનેક પરિવારોના સભ્યોએ જીવ ગુમાવ્યો અથવા તકલીફ ભોગવી છે એવા આક્ષેપો સાથે સેંકડોની સંખ્યામાં નાગરિકો રેલી સ્વરૂપે મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા.
પીડિત પરિવારો અને સ્થાનિક નાગરિકોએ મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર રજૂ કર્યું હતું. ત્યારબાદ તેઓ ગીતા હોસ્પિટલ ખાતે રૂબરૂ પહોંચી ડોક્ટરો પાસેથી પૂછપરછ કરી અને ઉગ્ર રજૂઆતો કરી હતી. રેલી અને આવેદનપત્રમાં “ગીતા હોસ્પિટલ બંધ કરો” એવી મુખ્ય માંગ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પીડિત પરિવારોની સાથે સ્થાનિક નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા સામાજિક આગેવાનો કાનજીભાઈ સોંધરા, ભરતભાઈ પાતારીયા, જાવેદભાઈ પઠાણ, ઇમ્તિયાઝ સુમરા, અજયસિંહ જાડેજા, નિતેશભાઈ પટેલ, આશાબેન ફફલ, ફારૂકભાઈ સુમરા, મગનભાઈ ફફલ, લીલાબેન મહેશ્વરી, સબીરભાઇ ધ્રુઇયા, ચેતનભાઈ સોધમ, રમેશભાઈ ભર્યા, કરનભાઈ ફફલ, ભરતભાઈ ધેડા, ગજેન્દ્રસિંહ ચૌહાણ, રમેશભાઈ પાયણ, જગદીશભાઇ ફફલ, બાબુભાઈ સોંધરા તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સાથે બહોળી સંખ્યામાં સ્થાનિક નાગરિકો પણ જોડાયા હતા.
નાગરિકોએ હોસ્પિટલની કથિત બેદરકારી અંગે તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવા તથા હોસ્પિટલ બંધ કરવાની માંગ સાથે પોલીસ અને સંબંધિત અધિકારીઓ પાસે રજૂઆત કરી છે.
📲Get App