🔥 TRENDING पूर्व हवलदार को गिरफ्तार, सिकंदराबाद क... बरहरवा प्रखंड में एसआईआर हेल्प कैम्प क... સમીમાં તંત્રનું બુલડોઝર ફર્યું सरकारी नौकरी के नाम पर ठगी करने वाले अ... પોરબંદરના પોસ્ટલ ઓફિસમાં લાંચની ઘટના:... ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિવાદ: અમિત...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા: હિંમતનગરમાં ભારે વરસાદથી રસ્તાઓમાં પાણી ભરાય, ખેડૂતોમાં આનંદ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 15 Sep 2026, 04:16 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો, રસ્તાઓમાં પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને મુશ્કેલી પડી, જ્યારે ખેડૂતોને મેઘમહેરથી આનંદ થયો.

સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ શરૂ થયો હતો.

હિંમતનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. નગરપાલિકા કાર્યાલય આગળના મુખ્ય માર્ગ અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી અને ટ્રાફિક ધીમો થયો.

શહેરની સાથે સાથે હિંમતનગર તાલુકાના કાકરોલ, મોતીપુરા, હડિયોલ, ગઢાડો અને ભોલેશ્વર સહિતના ગ્રામ્ય પંથકમાં પણ ગાજવીજ સાથે નોંધાયો, અને ખેડૂતોને મેઘમહેરથી આનંદ થયો.
📲Get App