🔥 TRENDING MEA labels social media post on India'... Wolf scene featuring Ravi Dubey, Sai P... India Inc Boosts After‑Work Fitness as... Vijay Sethupathi Makes History as Firs... Diwali 2026: Spiritual Meaning Behind... Sonia Gandhi Blames Modi Govt, Claims...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આમોદની સંસ્કાર વિદ્યાલયમાં વૃક્ષમાંથી આઠ ફૂટ લાંબી ધામણ સાપનું સફળ રેસ્ક્યૂ
Local

આમોદની સંસ્કાર વિદ્યાલયમાં વૃક્ષમાંથી આઠ ફૂટ લાંબી ધામણ સાપનું સફળ રેસ્ક્યૂ

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 15 Sep 2026, 10:58 PM 👁 62
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આમોદની સંસ્કાર વિદ્યાલયમાં વૃક્ષ પર ચઢેલી આઠ ફૂટ લાંબી ધામણ સાપને સુરક્ષિત રીતે ઉતારીને કુશળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવી.

આમોદની સંસ્કાર વિદ્યાલયમાં વૃક્ષ પર ચઢેલી આઠ ફૂટ લાંબી ધામણ સાપને સુરક્ષિત રીતે ઉતારીને રેસ્ક્યૂ કરવામાં આવી.

વિદ્યાલયની ટીમે તરત જ પગલાં લઈને, સાપને નુકસાન ન થાય તે રીતે કાળજીપૂર્વક પકડ્યું અને નીચે ઉતારી દીધું.

સાપને પછી પ્રાણિવૈજ્ઞાનિકો દ્વારા નિરીક્ષણ માટે મોકલવામાં આવ્યું અને તેને મુક્તિ માટે યોગ્ય સ્થળે છોડવામાં આવશે. આ ઘટનાથી વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોમાં જંગલી પ્રાણીઓ પ્રત્યે સચેતતા અને યોગ્ય વ્યવહાર અંગે જાગૃતિ વધશે.

આમોદ નગરમાં આવેલી સંસ્કાર વિદ્યાલયના કમ્પાઉન્ડમાં આવેલા વૃક્ષ ઉપર આઠ ફૂટ લાંબો ધામણ પ્રજાતિનો સાપ આવી ચડતાં શાળામાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલુ શાળા દરમિયાન વૃક્ષ ઉપર સાપ જોવા મળતાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી.

સંસ્કાર વિદ્યાલયના કમ્પાઉન્ડમાં આવેલા એક વૃક્ષ ઉપર શિક્ષકોની નજર આઠ ફૂટ લાંબા સાપ પર પડી હતી. સાપને વૃક્ષ ઉપર ચડેલો જોઈ શાળાના આચાર્ય વૈશાલી મોદીએ તાત્કાલિક નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારનો સંપર્ક કર્યો હતો. જેથી અંકિત પરમાર તાત્કાલિક સંસ્કાર વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા અને વૃક્ષ ઉપર ચડેલા સાપની શોધખોળ હાથ ધરી હતી. થોડા સમયની શોધખોળ બાદ વૃક્ષ ઉપર સાપ નજરે પડતાં અંકિત પરમારે સાવચેતીપૂર્વક વૃક્ષ ઉપર ચડી જઈ સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.
રેસ્ક્યૂ કરાયેલો સાપ ધામણ પ્રજાતિનો અને બિનઝેરી હોવાનું જણાયું હતું.સાપને સુરક્ષિત રીતે નીચે લાવ્યા બાદ અંકિત પરમારે શાળામાં હાજર શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને ધામણ સાપ અંગે જરૂરી માહિતી આપી હતી.ખાસ કરીને આવા સાપ જોવા મળે ત્યારે ગભરાઈને તેને નુકસાન ન પહોંચાડવું અને તાત્કાલિક સ્નેક રેસ્ક્યૂ ટીમનો સંપર્ક કરવો તે અંગે સમજ આપવામાં આવી હતી.બાદમાં રેસ્ક્યૂ કરાયેલા આઠ ફૂટ લાંબા ધામણ સાપને સુરક્ષિત રીતે તેના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. સમયસર સાપનું રેસ્ક્યૂ થતાં શાળાના શિક્ષકો,વિદ્યાર્થીઓ અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
📲Get App