🔥 TRENDING ದಿಲ್ಲಿ ಹೈಕೋರ್ಟ್ 'ದೂಸ್ರಾ' ಚಿತ್ರದಲ್ಲಿ ಸೌ... દિવાળી વેકેશનમાં ગીરના સિંહોને ખલેલ પહ... ୩୦ ହଜାର ନେଇ ଧରାପଡ଼ିଲେ; ଚଢ଼ାଉ ବେଳେ ପୁଳାପୁ... बिहार विद्यालय परीक्षा समिति के नए अध्... Children in Jagroan Chant Anti-Governm... बाराबंकी के बिंदौरा में सहाय कॉन्वेंट...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા જિલ્લાના:-હિંમતનગરના કાટવાડમાં કપચી ભરેલી ટર્બો ગાડી પલટી,વીજપોલ ધરાશાયી, વીજ પુરવઠો ખોરવાયો..
Local

સાબરકાંઠા જિલ્લાના:-હિંમતનગરના કાટવાડમાં કપચી ભરેલી ટર્બો ગાડી પલટી,વીજપોલ ધરાશાયી, વીજ પુરવઠો ખોરવાયો..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 14 Sep 2026, 01:00 AM 👁 72
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરના કાટવાડ ગામની નજીક રોડ કામ દરમિયાન કપચી ભરેલી ટર્બો ગાડી પલટી, નજીકનો વીજપોલ ધરાશાયી થયો અને ગામમાં વીજળી કાપી દીધી..

સાબરકાંઠાના-:
હિંમતનગરના કાટવાડ ગામ પાસે રોડનું કામ ચાલી રહ્યું હતું,ત્યારે કપચી ભરેલી ટર્બો ગાડી ગામ તરફ જતી હતી. ઇકો કારને સાઈડ આપવા માટે ગાડીનું માર્ગ બદલતા, ટર્બો ગાડી અચાનક પલટી ગઈ..

આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ, પરંતુ ગાડી પલટી જતા નજીકનો વીજપોલ સંપૂર્ણપણે ધરાશાયી થયો. વીજપોલની પડકારણને કારણે કાટવાડ ગામમાં વીજ પુરવઠો તાત્કાલિક ખોરવાઈ ગયો અને રહેવાસીઓ વીજળી વિના રહી ગયા..

ઘટનાની જાણતા તરત જ વીજ વિભાગની ટીમ સ્થળે પહોંચીને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા કામગીરી શરૂ કરી.તાત્કાલિક ઉપાયો અપનાવીને વીજ કનેક્શનને પુનઃસંચાલિત કરવામાં આવ્યા..

ગામવાસીઓએ આ અચાનક વીજ કાપને કારણે થોડી અસમજદારી વ્યક્ત કરી,પરંતુ વિભાગની ઝડપી કામગીરીને પ્રશંસા કરી.હાલ વીજ પુરવઠો સામાન્ય સ્થિતિમાં છે.
📲Get App