🔥 TRENDING સીએઓને ઓડિટ સમય મર્યાદા લંબાવવા વિનંતી ભરૂચમાં ભારે વરસાદે આંગન એપાર્ટમેન્ટ પ... છોટાઉદેપુર, વડોદરા જિલ્લામાં 48 કલાકની... કિલ્લા પારડી સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વા... Foreign Leaders Touch Down in New Delh... Delhi High Court rebukes lawyer for fi...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

ઈંગ્લેન્ડ સામે ૩-૦ થી ક્લીન સ્વીપ બાદ પાકિસ્તાની કપ્તાન બાબર આઝમનું દર્દ છલકાયું, ટીમ સિલેક્શન અંગે આપ્યું મોટું નિવેદન

✍️ Reporter: IRFAN MANGROLIYA 🗓 14 Sep 2026, 12:35 PM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં શરમજનક પરાજય બાદ પાકિસ્તાની કપ્તાન બાબર આઝમે ટીમ સિલેક્શન અને પ્લેઇંગ ઇલેવનને લઈને આત્મમંથન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

બર્મિંઘમના એજબેસ્ટન મેદાન પર રમાયેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ સામે ૮ વિકેટથી પરાજય મળ્યા બાદ પાકિસ્તાનનો ૩-૦ થી ક્લીન સ્વીપ થયો છે. આ કારમી હાર બાદ પાકિસ્તાની કપ્તાન બાબર આઝમનું દર્દ છલકાયું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે હવે ટીમે પોતાની ભૂલો પર બેસીને ગંભીર ચર્ચા કરવી પડશે. બાબર આઝમના મતે ટીમ મેનેજમેન્ટ, પસંદગીકારો અને કપ્તાને સાથે બેસીને વર્તમાન સ્થિતિનું યોગ્ય આકલન કરવું પડશે.

કપ્તાન બાબરે સ્વીકાર્યું કે પાકિસ્તાને પોતાની ભૂલોમાંથી શીખવાની સાથે એક મજબૂત અને સ્પષ્ટ પ્લેઇંગ ઇલેવન તૈયાર કરવાની ખૂબ જ મહત્ત્વપૂર્ણ જરૂરિયાત છે. તેમણે જણાવ્યું હતું કે મેનેજર, સિલેક્ટર અને તેઓ પોતે સાથે બેસીને ટીમની સર્વશ્રેષ્ઠ ઇલેવન પર નિર્ણય કરશે. પાકિસ્તાન માટે આ સમગ્ર પ્રવાસ અત્યંત મુશ્કેલ રહ્યો હતો, કારણ કે પ્રથમ બે ટેસ્ટ મેચો દરમિયાન ટીમ કોઈ પણ ઇનિંગ્સમાં ૨૦૦ રન પણ બનાવી શકી ન હતી.

જો કે, એજબેસ્ટન ખાતે પાકિસ્તાનના બેટ્સમેનોએ અગાઉની મેચોની સરખામણીએ બહેતર પ્રદર્શન કર્યું હતું. બીજી ઇનિંગ્સમાં ટીમે ૪૪૯ રન બનાવીને ઇંગ્લેન્ડ સામે ૧૩૦ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. જેમાં પૂર્વ કપ્તાન શાન મસૂદે ૯૫ રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે બાબર આઝમે ૭૬ રન અને અઝાન અવાસે ૫૯ રનનું યોગદાન આપ્યું હતું. આ શ્રેણીનું સૌથી મોટું સકારાત્મક પાસું યુવા ઝડપી બોલર રજાઉલ્લાહ રહ્યો હતો, જેણે પોતાની ડેબ્યૂ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ૪ વિકેટ ઝડપી હતી અને બીજી ઇનિંગ્સમાં માત્ર ૬૩ બોલમાં ૯ છગ્ગાની મદદથી ૮૧ રનની આક્રમક ઇનિંગ રમીને પાકિસ્તાનને મોટા સ્કોર સુધી પહોંચાડ્યું હતું.

૧૩૦ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની શરૂઆત પણ ખરાબ રહી હતી. મોહમ્મદ અબ્બાસે પહેલી જ ઓવરમાં ૨ વિકેટ ઝડપીને પાકિસ્તાન માટે જીતની આશા જગાવી હતી. પરંતુ ઇંગ્લેન્ડના કપ્તાન જો રૂટ અને જોર્ડન કોકર્સે અણનમ રમીને પાકિસ્તાનની વાપસીના તમામ રસ્તા બંધ કરી દીધા હતા. રૂટે અણનમ ૬૨ રન અને કોક્સે અણનમ ૫૯ રન બનાવ્યા હતા, તેમજ બંને વચ્ચે ૧૨૮ રનની અણનમ ભાગીદારી થતાં ઇંગ્લેન્ડે ૮ વિકેટથી આસાન વિજય મેળવ્યો હતો.
📲Get App