🔥 TRENDING કોડીનાર શહેર માં વરસાદ નુ આગમન પાંડેસરા વિસ્તારમાં ડીજે રેલી દરમિયાન... સુરત: મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અને ભા... અરવલ્લીમાં મેઘરાજા વરસાદથી ખેડૂતોમાં ખ... संकर रामचंदानी: 1 रुपये के डॉक्टर ने र... સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના ન્યુ અન...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત: પલસાણાના ઇટાળવા ગામમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો, એસઓજીની કાર્યવાહી

✍️ Reporter: Dhaval Maheta 🗓 14 Sep 2026, 12:44 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત ગ્રામ્ય એસઓજી (SOG) ટીમે પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ઇટાળવા ગામમાં દરોડો પાડીને ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. પોલીસે ક્લિનિકમાંથી ₹12,416ની કિંમતની દવાઓ અને તબીબી સાધનો જપ્ત કર્યા છે.

સુરત ગ્રામ્યના પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય અને જીવ સાથે ચેડા કરતા એક બોગસ ડોક્ટરને સુરત ગ્રામ્ય એસઓજી (SOG)ની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી ઇટાળવા ગામની સુર્યાસી રેસીડન્સીમાં આવેલા 'ક્રિષ્ના ક્લિનિક'માંથી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતો પકડાયો હતો. પોલીસે તેની પાસેથી ₹12,416ની કિંમતની તબીબી સાધનસામગ્રી અને દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે.

આ સફળ કામગીરી સુરત ગ્રામ્ય એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.ડી. ઓડેદરાની સૂચના અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એ.ડી. સાંબડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. એસઓજીની ટીમો દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા તત્વોને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન એસઓજીના એ.એસ.આઇ. રાજેન્દ્રભાઇ બંસીલાલ અને એ.એસ.આઇ. ભુપેન્દ્રભાઇ અંબિકાપ્રસાદને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે ઇટાળવા ગામમાં આવેલા ક્લિનિક પર દરોડો પાડીને આ શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App