🔥 TRENDING Karpora traffic jam every day public v... திருநெல்வேலி சரக காவல்துறையினர் விசாரண... અમરેલીમાં પેટેલ પરિવારની દિવાળી વિશેષા... निवाई नगर पालिका चुनाव में कांग्रेस ने... અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવે... தமிழ்ச்செல்வன் மரணத்தை கொலை வழக்காக மா...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Weather

વડિયામાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું પધરામણ: ધીમી ધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક, ખેડૂતોમાં ખુશીની લહેર

✍️ Reporter: dhruvin muliya 🗓 14 Sep 2026, 10:56 AM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડિયા અને આસપાસના વિસ્તારમાં આજે મેઘરાજાએ મહેરબાની કરી છે. ધીમી ધારે પડેલા વરસાદના કારણે સુકાઈ રહેલા પાકને સંજીવની મળતાં ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વડિયા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયના વિરામ બાદ આજે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને મેઘરાજાએ ધીમી ધારે પધરામણ કર્યું હતું. આકાશમાં કાળાડિબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે પડેલા વરસાદી છાંટા અને હળવા વરસાદથી સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.

વરસાદના આગમનને કારણે વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાતા ઊભા પાકને પાણીની ભારે જરૂરિયાત હતી, ત્યારે આ વરસાદી ઝાપટાંએ પાક માટે સંજીવની સમાન કામ કર્યું છે. ખેતરોમાં લહેરાતા પાકને નવજીવન મળતાં જ ખેડૂતોના ચહેરા પર ચમક જોવા મળી રહી છે.
📲Get App