🔥 ट्रेंडिंग इंदौर: 11वीं के छात्र का घर में शव मिल... जयपुर के राहुल झा को सिकार में पत्नी व... उदयपुर नगर निगम चुनाव: भाजपा ने 53 वार... अलवर नगर निगम चुनाव में भाजपा ने 28 वा... मदन राठौड़ के गृह जिले में कांग्रेस ने... પગુથણના યુવાનો વરસાદમાં મુખ્ય માર્ગમાં...
14 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

અમરેલી જિલ્લામાં ત્રણ સ્થળોએ પોલીસના દરોડા: ૧૬ જુગારીઓ ઝડપાયા, ૩૩ હજારથી વધુની રોકડ જપ્ત

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 14 सित. 2026, 12:48 PM 👁 12
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લામાં પોલીસે ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને જુગાર રમતા ૧૬ શખ્સોને ઝડપી લીધા છે, જ્યારે ખાંભાના મુંજીયાસર ગામેથી ૭ જુગારીઓ ફરાર થઈ ગયા છે.

અમરેલી જિલ્લામાં પોલીસે જુગાર પ્રવૃત્તિ સામે લાલ આંખ કરી છે. પોલીસે જિલ્લામાં ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને જુગાર રમતા કુલ ૧૬ જુગારીઓને ઝડપી પાડ્યા છે. આ સફળ કામગીરી દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. ૩૩ હજારથી વધુની રોકડ રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, બગસરામાં જાહેરમાં જુગાર રમી રહેલા ૫ ઈસમોને પોલીસે રોકડા રૂ. ૧૦,૧૭૦ સાથે રંગેહાથ ઝડપી લીધા હતા. બીજી તરફ, ખાંભા તાલુકાના મોટા મુંજીયાસર ગામેથી તીનપત્તીનો જુગાર રમતા ૬ ઈસમો રૂ. ૧૧,૯૬૦ ની રોકડ સાથે ઝડપાયા હતા. જોકે, આ દરોડા દરમિયાન અન્ય ૭ ઈસમો પોલીસને થાપ આપીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

આ ઉપરાંત, ખાંભાના જ ખડાધાર ગામેથી પણ પોલીસે રેઇડ દરમિયાન ૫ જુગારીઓને રૂ. ૧૧,૨૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App