🔥 ट्रेंडिंग ਪੰਜਾਬ ਵਿੱਚ ਬੱਸ ਫਸ ਗਈ, ਬੱਚੇ ਸੁਰੱਖਿਅਤ, ਕ... હિંમતનગરમાં પ્રથમ વખત ગણપતિ બાપાનું ભવ... મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવ... वार्ड 58 में दिनेश भादवासी का दबदबा, 5... ધારીના કાગદડી ગામમાં નવા પુલની ગાર્ડરે... KVN Productions and Dakshayani Takies...
14 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

વડોદરાના ખોડિયારનગરમાં ૨,૦૦૦ રહેવાસીઓ નર્ક જેવી સ્થિતિમાં, ગટર પાણી અને છત-દીવાલમાંથી પાણી ઝમતા

✍️ रिपोर्टर: Kuntalkumar Chokshi 🗓 14 सित. 2026, 04:04 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખોડિયારનગરના ૨,૦૦૦ રહેવાસીઓ ગટરના પાણી, છત-દીવાલમાંથી ઝમતા પાણી અને રસ્તાની સુવિધાના અભાવે નર્ક જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે, જ્યારે કોર્પોરેટરો અને અધિકારીઓનું કોઈ ઉકેલ નથી.

26 બ્લોકના 520 ફ્લેટમાં આશરે 2,000 રહેવાસીઓ છેલ્લા એક વર્ષથી ગટરના પાણી, છત-દીવાલમાંથી ઝમતા પાણી અને રસ્તાની સુવિધાના અભાવે નર્કાગાર સ્થિતિમાં રહે છે. જીઓ પેટ્રોલપંપ સામેના પીળા વુડાના મકાનોની હાલત અત્યંત બદતર બની છે, અને રહેવાસીઓની આરોગ્ય અને જીવનશૈલી પર ગંભીર અસર પડી રહી છે.

ગટરના દૂષિત પાણીનું મિની તળાવ, ટાવરોની 2 લાઈન વચ્ચે ગંદકી-દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ, આ બધું મળીને રહેવાસીઓમાં બીમારીઓનું કારણ બની રહ્યું છે. ખાસ કરીને બે ટાવરની વચ્ચેની લાઈનની સ્થિતિ સૌથી કફોડી છે, જ્યાં ગંદકી, ગંધ અને મચ્છરોની હાજરી નર્ક જેવી લાગે છે.

રહેવાસીઓના આક્રોશભર્યા નિવેદનો:
1. પરાગ પરમાર: "આ મકાનોના દરેક મકાનમાં પાણી ગરે છે. હું બારેમાસ 24 કલાક રસોડામાં આ રીતે બે ડોલ મૂકી રહ્યો છું. અહીં અમને મકાની આપ્યાના એક વર્ષ બાદથી જ આ સમસ્યા છે, જેનો કોઈ ઉકેલ નથી."
2. પરવાબેન દનાજી: "અમે વારસિયા રહેતા હતા ત્યારે ત્યાં સુખી હતા. અહીં નર્ક જેવી જિંદગી થઈ ગઈ છે. વરસાદમાં અમે પાણી ટપકે તો બીક લાગે છે. ગટરના પાણી ગંધાય છે. વીજ મીટરોની નીચે પણ પાણી આવે છે."
3. પૂનમબેન લોખંડે: "અમે અહીં ઘણા વર્ષોથી રહીએ છીએ. પણ પાણી પડવાનું તો પહેલા વર્ષથી જ શરૂ થઈ ગયું હતું. ઘરમાં 3 નાના ડબલા, એક ડીલ, એક મોટું પ્લાસ્ટિકનું તગારું મૂકવું પડે છે."
4. ગિરિશ રોહીત: "રસોડામાં મારે પ્લાસ્ટિક લટકાવવું પડ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી આવું પ્લાસ્ટિક ખપાવ્યું છે. અમે ઘણીવાર રજૂઆતો કરી પણ અમારું કોઈ સાંભળતું નથી."
5. અમૃત ભરવાડ: "અમારા ફલેટમાં અંદર આવવાની જગ્યા પણ કીચડથી ભરાયેલી છે. ગટરના પાણી કોમન પ્લોટ પર તળાવ જેવા થઈ ગયા છે. સફાઈવાળા પણ અહીં ક્યારેય આવતા નથી."
6. મીનાબેન માસવાડી: "અમારા ફલેટમાં ગંદકી, દુર્ગંધ અને રોગો ઓવસમાં એમ સાથે જીવવા મળે છે. ગટરના પાણી તો ક્યારેય સાફ થતા નથી. વરસાદ પડે એટલે આવન-જાવનમાં ખૂબ તકલીફ પડે છે."

રહીશોની મુખ્ય માંગણીઓ:
- તાત્કાલિક ગટર સફાઈ અને ડ્રેનેજ રિપેરીંગ
- છત-દીવાલોમાંથી પાણી ઝમવાની સમસ્યાનો કાયમી ઉકેલ
- સ્વચ્છતા અને કચરા ગાડીની નિયમિત વ્યવસ્થા
- આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કેમ્પ

આ આવાસ યોજનામાં ગરીબ અને મધ્યમવર્ગીય લોકો મોટી સંખ્યામાં રહે છે, જે છૂટક કામ કરીને પેટિયું રળે છે. ખોડિયારનગર વુડા રહીશ મંડળ, વડોદરા.
📲Get App