🔥 TRENDING હિંમતનગરમાં પ્રથમવાર ગણપતિ બાપાનું ભવ્... Gym Trainer Fatally Shot in Delhi by T... Chhattisgarh Monsoon to Ease, Light Ra... Chhattisgarh CM Orders Road Collectors... Farmers Jam Vehicle Wheel in Jagadhri... Passenger Falls from Moving Train Near...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટણના સમી વિસ્તારમાં વરસાદી ઝાપટું.

✍️ Reporter: Atul Thakor 🗓 14 Sep 2026, 04:13 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સમગ્ર પાટણ જિલ્લામાં કિસાનો કાગડોળે મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે વઢિયાર પંથકમાં મોડી રાત્રીથી મેઘરાજા ની એન્ટ્રી થતા વિસ્તારના કિસાનો માં ખુશી નો માહોલ સવાઇ ગયો છે.પાટણ તેમજ અનેક વિસ્તારમાં રાત્રે ધીમીગતિએ વરસાદ પડી રહ્યાઓ હતો અને સોમવાર ના સુમારે જોરદાર વરસાદ પડતા પાણી પાણી કરી મુકયા હતા.
સમી તાલુકામાં ખેડૂતોએ ખરીફપાક અડદ ,મગ,તલ,તુવેર જેવા કઠોળ ખરીફ પાકો અને ઘાસચારો ,કપાસ તેમજ દિવેલા જેવા પાકોના વાવેતરો કરેલા છે. કિસાનો ના ખરીફ પાક સુકાવા લાગતા પાણી આપવા કાગડોળે રાહ જોઇ રહ્યા હતા ત્યારે નર્મદા વિભાગ દ્વારા છેલ્લા 15 દિવસ થી હારીજ શાખા નહેરમાં પિયત માટે પાણી છોડવા માં આવ્યા હતા ત્યારે મેઘરાજાએ એન્ટ્રી કરતા કિસાનોમાં હરખ ની હેલી સવાઈ ગઈ છે.તમામ પાકોને જીવતદાન મળી ગયા છે.જરૂરિયાત મુજબ વરસાદ પડી ગયો અતિવૃષ્ટિ થાય નહીં તે માટે કિસાનો ભગવાનને પ્રાર્થના પણ કરશે કેમકે વધુ વરસાદ પણ ખરીફ પાકોને નુકશાન કરી શકે છે....
📲Get App