🔥 ट्रेंडिंग कनक न्यूज़ ने 13 सितंबर 2026 को दोपहर... कनक न्यूज़ का 13 सितंबर 2026 को 3 बजे... कनक न्यूज़ ने 13 सितंबर 2026 को 7 बजे... मुख्यमंत्री ने पवन के लौटने पर भेजा गर... आंध्र प्रदेश में डेयरनेस अलाउंस 41.86%... হাওড়ার ফুটপাতে প্রকাশিত চলছে মাদক সেব...
13 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સાબરકાંઠામાં મુડેટીથી વડનગર સુધી બાઈક સેવા યાત્રા, વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણ માળી અને અન્ન મંત્રી પી.સી. બરંડા જોડાયા..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 13 सित. 2026, 10:34 PM 👁 8
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મુડેટીથી વડનગર સુધીની બાઈક યાત્રા શરૂ થઈ,જેમાં મંત્રીઓ અને સ્થાનિક અધિકારીઓએ ભાગ લીધો..

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં 25 વર્ષની સેવા અને સમર્પણની ઉજવણી માટે 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર, 2026 સુધી સમગ્ર ગુજરાતમાં “સેવા સંકલ્પ અભિયાન”નું આયોજન કરવામાં આવ્યું છે.આ અભિયાનના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં મુડેટી ખાતેથી શામળાજી સુધીની બાઈક સેવા યાત્રા શરૂ કરવામાં આવી..

વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણ માળી અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પી.સી.બરંડા બંને મંત્રીઓએ બાઈક પર સવાર થઈ યાત્રામાં જોડાયા.યાત્રા દરમિયાન બડોલી,સપાવાડા,ઇડર,વડાલી જેવા વિવિધ ગામોમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યો..

મંત્રીઓએ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ,આરોગ્ય,ઇન્ફ્રાસ્ટ્રક્ચર,પાણી અને કૃષિ જેવા ક્ષેત્રોમાં સતત જનકલ્યાણ કાર્યો અને વિકાસકાર્યોને પ્રોત્સાહન આપતા નિવેદન આપ્યું.પ્રવિણ માળીએ જણાવ્યું કે ગુજરાતના ચારેય ખૂણેથી બાઈક યાત્રાનો પ્રારંભ થયો છે અને આ યાત્રા દ્વારા સરકારની યોજનાઓનું લાભ અંતિમ નાગરિક સુધી પહોંચાડવાનો ઉદ્દેશ છે.

જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ,જિલ્લા સંગઠન પ્રભારી ઝાલા,જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા અને અન્ય અનેક પદાધિકારીઓ તથા નાગરિકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા.

આ યાત્રા દ્વારા મુડેટીથી એકત્રિત પવિત્ર જળને ઉત્તર ગુજરાતના વિવિધ ગામોમાં પહોંચાડીને જનસામાન્યને સ્વચ્છ પાણીની સુવિધા પ્રદાન કરવાની યોજના છે,જે સેવા સંકલ્પ અભિયાનની મુખ્ય લક્ષ્યોમાંનું એક છે.
📲Get App