🔥 TRENDING Gwalior: Husband Anand Confesses to Ki... Lokayukta Police Arrest Two Water Reso... करवा चौथ आज, हनुमानगढ़ में रात 8:21 बज... Former Rajasthan Minister Pratap Singh... कड़ाकती ठंड में गरीबों को ऊनी टोपी वित... Jailer 2 Sees Second‑Wednesday Drop, N...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ૫.૩૬ લાખના મુદ્દામાલ સાથે ૪ દારૂના અંડરવર્લ્ડ ડોનને પકડી પાડ્યા
Crime

સાબરકાંઠાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ૫.૩૬ લાખના મુદ્દામાલ સાથે ૪ દારૂના અંડરવર્લ્ડ ડોનને પકડી પાડ્યા

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 13 Sep 2026, 09:12 PM 👁 55
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર વિસ્તારમાં મારૂતી ઇકો અને ટોયોટા ઇટીયોસ વાહનોમાં ભારતીય બનાવટના દારૂ ભરેલા ૫૭૬ બીયરના ટીન મળી આવ્યાં. આ ઓપરેશનમાં કુલ ૪ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે.

સાબરકાંઠા જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબુદ કરવા માટે પોલીસ દ્વારા હાથ ધરાયેલા કડક પગલાંઓમાં સફળતા મળી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS) અને પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ (IPS) ના સુચનોના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા વિવિધ વિસ્તારોમાં પ્રોહીબિશન વોચ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.સી. સાકરીયા અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શ્રી આર.કે. જોષી ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફની ટીમ સક્રિય હતી.

ગઈ તારીખ ૧૨/૦૯/૨૦૨૬ ના રોજ હિંમતનગર એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હે.કો. જસુભાઈ અને પો.કો. રાજેન્દ્રકુમારને બાતમી મળી હતી કે, સફેદ રંગની મારૂતી ઇકો (જી.જે.૦૯બી.એ૩૬૧૭) અને ટોયોટા ઇટીયોસ (જી.જે.૦૧જે.ટી૪૭૯૯) વાહનોમાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની પેટીઓ ભરી ભીલોડા, ગાંભોઇ અને હિંમતનગર થઈ અમદાવાદ તરફ જઈ રહ્યા છે. આ બાતમીના આધારે હાજીપુર ગામ નજીક હિંમતનગર પ્રાંતિજ હાઈવે રોડ પર સી.એન.જી. પંપ નજીક વોચ મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ હિંમતનગર તરફથી આવતાં આ બંને વાહનોને રોકી તપાસ કરતાં, બંને ગાડીઓમાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ ભરેલા કુલ ૫૭૬ બીયરના ટીન મળી આવ્યાં હતાં.

આ ઘટનામાં કુલ ચાર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. પકડાયેલ મુદ્દામાલમાં દારૂના ટીનની કિંમત ૧,૧૫,૭૭૬/- રૂપિયા, ટોયોટા ઇટીયોસ વાહનની કિંમત ૨,૫૦,૦૦૦/- રૂપિયા, મારૂતી ઇકો વાહનની કિંમત ૧,૫૦,૦૦૦/- રૂપિયા અને ૫ મોબાઈલ ફોનની કિંમત ૨૦,૫૦૦/- રૂપિયાનો સમાવેશ થાય છે. આમ, કુલ ૫,૩૬,૨૭૬/- રૂપિયાના મુદ્દામાલને તપાસ અર્થે કબ્જે કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીઓમાં કુરીચંદ કાંતીલાલ ડોડીયા, અનિલકુમાર ગોવિંદજી ખરાડી, વિકાસ લક્ષ્મણ પરમાર અને શંકરલાલ કલાજી પરમારનો સમાવેશ થાય છે, જેમના રહેઠાણ રાજસ્થાનના ઉદેપુર જિલ્લામાં છે.

હિંમતનગર એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫-એ, ૮૧ અને ૮૩ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ હિંમતનગર એ ડીવીજન પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનામાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.સી. સાકરીયા, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શ્રી આર.કે. જોષી, હે.કો. જસુભાઈ બાબુભાઈ, હે.કો. રાજેન્દ્રસિંહ ખુમાનસિંહ, હે.કો. નીરીલકુમાર મોજીસભાઈ, પો.કો. રાજેન્દ્રકુમાર શંભુભાઈ, પો.કો. પ્રહર્ષકુમાર કનુભાઈ, પો.કો. કનકસિંહ દિલીપસિંહ અને ડ્રાઇવર નરેશભાઈ અળખાભાઈએ મહત્વનું યોગદાન આપ્યું છે. સાથે જ, ચાર બાકી આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
📲Get App