🔥 TRENDING Ex-pantry worker arrested for train th... Surat: Textile Unit Fire Triggers Prob... Two Dead in Swaroop Nagar Godown Fire,... Viral Video: Indian-Origin Landlady Ar... 13 Drug Traffickers Arrested in Nation... Khap Leaders Set Oct 5 Deadline to Arr...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતની લોક અદાલતમાં ભાવુક ફરિયાદીએ કેન્સરગ્રસ્ત મિત્ર સામે ચેક બાઉન્સ કેસ પાછો ખેંચ્યો
Crime

સુરતની લોક અદાલતમાં ભાવુક ફરિયાદીએ કેન્સરગ્રસ્ત મિત્ર સામે ચેક બાઉન્સ કેસ પાછો ખેંચ્યો

✍️ Reporter: Dhaval Maheta 🗓 13 Sep 2026, 06:45 PM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતમાં યોજાયેલી લોક અદાલતમાં એક ફરિયાદીએ પોતાના કેન્સરગ્રસ્ત મિત્ર સામે ચાલુ ચેક બાઉન્સ કેસ પરત ખેંચી લીધો. આ નિર્ણયથી કોર્ટ પરિસરમાં ઉપસ્થિત સૌ કોઈ ગદગદ થઈ ગયા હતા.

સુરતમાં યોજાયેલી લોક અદાલતમાં સમાધાનના અનેક કિસ્સાઓ વચ્ચે એક એવી ઘટના બની જેણે સૌની આંખો ભીની કરી દીધી. અહીં એક ફરિયાદીએ પોતાના કેન્સરગ્રસ્ત મિત્ર સામે ચાલી રહેલો ચેક બાઉન્સનો કેસ પરત ખેંચી લઈને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ફરિયાદીએ ન્યાયાધીશ સમક્ષ ભાવુક થઈને કહ્યું હતું કે, "સાહેબ, મારે મરીને ઉપર ઈશ્વરને પણ જવાબ આપવાનો છે અને કુદરતનો સામનો કરવાનો છે, તેથી હું આ કેસ પાછો ખેંચું છું." આ નિર્ણયથી કોર્ટ પરિસરમાં ઉપસ્થિત સૌ કોઈ અચંબિત અને ગદગદ થઈ ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા અને રેતી-કપચીનો વેપાર કરતા રમેશભાઈ ધંધાકીય સંબંધોને કારણે રાકેશ (નામ બદલ્યું છે) નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. સમય જતાં આ પરિચય ગાઢ મિત્રતામાં બદલાયો હતો. જ્યારે રિદ્ધિશને નાણાંકીય જરૂર પડી, ત્યારે રાકેશભાઈએ મિત્રતાના દાવે કોઈપણ જાતની પૂછપરછ કર્યા વિના 24 લાખ રૂપિયા આપી દીધા હતા.

જોકે, ત્યારબાદ આપેલા વચન મુજબ રૂપિયા પરત ન મળતા અને રમેશે આપેલો ચેક બેંકમાં બાઉન્સ થતાં રાકેશભાઈએ કાયદાકીય માર્ગ અપનાવ્યો હતો. કેસ દાખલ થયા પછી આરોપી રાકેશે કોર્ટમાં આવવાનું બંધ કરી દીધું હતું અને બીમારીનું બહાનું આગળ ધરતો હતો. આખરે લોક અદાલત દરમિયાન ફરિયાદીએ માનવતાના નામે આ કેસ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે.
📲Get App