🔥 TRENDING Four Kukis killed in fresh attacks in... લુણાવાડા માં કડક સાથે વરસાદ એક મકાન પર... Iran's Pezeshkian Blames West for Sanc... Shillong's Pedestrian Space Shrinking... Meghalaya BJP Opens Doors to 8 UDP MLA... Muzaffarpur Markets Buzz with Haritali...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ૫૭૬ બીયરના ટીનમાં ભારતીય બનાવટના દારૂ સાથે ૪ આરોપીઓને પકડી પાડ્યા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 13 Sep 2026, 08:31 PM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર વિસ્તારમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ૫૭૬ બીયરના ટીનમાં ભારતીય બનાવટના દારૂ સાથે કુલ ૪ આરોપીઓને પકડી પાડ્યા છે. આ ઓપરેશન દરમિયાન કુલ રૂ. ૫,૩૬,૨૭૬ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે..

સાબરકાંઠા જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ (સાબરકાંઠા) દ્વારા સુચના આપવામાં આવી હતી. આ સુચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરીયા (એલ.સી.બી.) ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે. જોષી (એલ.સી.બી.) તથા એલ.સી.બી. સ્ટાફની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં પ્રોહીબિટેડ વોચમાં પેટ્રોલીંગ કરવામાં આવતું હતું.

ગઈ તારીખ ૧૨/૦૯/૨૦૨૬ ના રોજ હિંમતનગર એ.ડી. વિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરતા એલ.સી.બી. ટીમને આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જસુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રકુમાર દ્વારા બાતમી મળી હતી કે એક સફેદ રંગની મારૂતી ઇકો (નં. જી.જે.૦૯ બી.એ.૩૬૧૭)માં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની પેટીઓ ભરી ભીલોડા, ગાંભોઈ અને હિંમતનગર મારફતે અમદાવાદ તરફ જઈ રહી છે. તે જ સમયે, તે ગાડીની આગળ સફેદ રંગની ટોયોટા ઇટીયોસ (નં. જી.જે.૦૧ જે.ટી.૪૭૯૯) પાયલોટિંગ કરી રહી છે, જેમાં પણ દારૂની પેટીઓ ભરેલી હોવાનું જણાવાયું હતું.

આ બાતમીના આધારે હાજીપુર ગામ નજીક હિંમતનગર-પ્રાતિજ હાઇવે રોડ પર સી.એન.જી. પંપ નજીક વોચ મૂકવામાં આવી હતી. હિંમતનગર તરફથી આવતી ટોયટા ઇટીયોસ અને મારૂતી ઇકો ગાડીઓને રોકી તપાસ કરતાં, બંને ગાડીઓમાં કુલ ચાર વ્યક્તિઓ હાજર હોવાનું જણાયું હતું. ગાડીઓની તપાસ દરમિયાન બંનેમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ ભરેલા કુલ ૫૭૬ બીયરના ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. ૧,૧૫,૭૭૬/- ની છે.

આ ઓપરેશન દરમિયાન ટોયોટા ઇટીયોસ ગાડી (કિંમત રૂ. ૨,૫૦,૦૦૦/-), મારૂતી ઇકો ગાડી (કિંમત રૂ. ૧,૫૦,૦૦૦/-) તથા ૫ મોબાઇલ ફોન (કિંમત રૂ. ૨૦,૫૦૦/-) સહિત કુલ રૂ. ૫,૩૬,૨૭૬/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ હિંમતનગર એ.ડી. વિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત પ્રોહીબિટેડ એક્ટની કલમ ૬૫-એ, ૮૧ અને ૮૩ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હિંમતનગર એ.ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે.
📲Get App