🔥 TRENDING India junior men clinch record sixth A... Yellow Rain Alert Issued for Seven Dis... Mumbai, Thane on Orange Alert as Monso... IMD Issues Yellow Alert as Heavy Rain... Viral Video: Ganesh Idol Falls as Trol... Schoolchildren's Viral Video Prompts R...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડોદ-ભેસ્તાનમાં ૪ દિવસથી પાણીનો પૂરવઠો બંધ, હજારો પરિવારોની મુશ્કેલી
Local

વડોદ-ભેસ્તાનમાં ૪ દિવસથી પાણીનો પૂરવઠો બંધ, હજારો પરિવારોની મુશ્કેલી

✍️ Reporter: Dhaval Maheta 🗓 13 Sep 2026, 06:40 PM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદ-ભેસ્તાન વિસ્તારમાં પાણીની મુખ્ય લાઇનમાં વાલ્વ ફિટિંગ માટે બંધ કરાયેલો પાણીનો પૂરવઠો ૪ દિવસથી પુનઃ શરૂ થયો નથી, જેના કારણે અલથાણ, ભીમરાડ અને બમરોલી જેવા ગીચ વિસ્તારોમાં રહેતા હજારો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.

હાઇડ્રોલિક વિભાગ અને ઉધના ઝોનના ઇજનેરોની ધીમી ગતિએ ચાલતી કામગીરી તથા અણઘડ આયોજનનો ભોગ ફરી એકવાર સામાન્ય પ્રજા બની છે. વડોદ-ભેસ્તાન ખાતે પાણીની મુખ્ય લાઇનમાં વાલ્વ નાખવાની સામાન્ય કામગીરી માટે તંત્રએ ૨ દિવસના શટડાઉનની સૂચના આપી હતી, પરંતુ ૪ દિવસ થવા છતાં પાણીનો પૂરવઠો પુનઃ શરૂ થયો નથી. આ સમયગાળા દરમિયાન અલથાણ, ભીમરાડ અને બમરોલી જેવા ગીચ વિસ્તારોમાં હજારો પરિવારો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે.

તંત્રે ૪૮ કલાકમાં વાલ્વ ફિટિંગ કરી પાણી પૂરવઠો પૂર્વવત કરવાની ખાતરી આપી હતી, પરંતુ ચાર દિવસ થવા છતાં કામગીરી પૂર્ણ ન થતાં હાઇડ્રોલિક વિભાગની ક્ષમતા સામે સવાલો ઊભા થયા છે. ઉધના જોગાણી માતાના મંદિર નજીક આવેલી ટાંકી પરથી ટેન્કર દોડાવવા માટે પાલિકા પાસે માત્ર બે જ ડ્રાઇવર ઉપલબ્ધ છે. તેમાંય એક રજા પર ઉતરી જતાં, ઉધના દરવાજાથી શરૂ કરીને છેક ભેસ્તાન અને વડોદ સુધીના વિશાળ પટ્ટામાં માત્ર એક ડ્રાઇવરથી ગાડું ગબડાવાય રહ્યું છે.

રહીશોએ તંત્રની બેદરકારીનો વિરોધ કર્યો છે. શૃંગલ હેવન સોસાયટીના અનુરાગ શર્મા અને શશી પાંડેએ જણાવ્યું કે પાલિકા વેરો વસૂલવામાં કોઈ બાંધછોડ નથી, પરંતુ પીવાનું પાણી પૂરું પાડવામાં બેદરકારી દાખવે છે. તેમણે ચેતવણી આપી છે કે આવું જ રહેશે તો રહીશો પાલિકા પર મોરચો લઈ જશે.
📲Get App