Weather
કચ્છ જિલ્લાના મુન્દ્રા શહેરમાં માં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી, અડધો ઇંચ વરસાદ
Watch on:
📘 Facebook
હજી વાતાવરણ જોતા લાગી રહ્યું છે કે વધુ વરસાદ નોંધાય એવી શક્યતાઓ રહેલી છે.
કચ્છ જિલ્લાના મુન્દ્રા શહેરમાં માં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી, અડધો ઇંચ વરસાદ
મુન્દ્રા, તા. ૧૩ :
કચ્છ જિલ્લા ના મુન્દ્રા શહેરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. દિવસ દરમિયાન તીવ્ર બફારો અનુભવાયા બાદ બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજના આશરે ૬ વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે મેઘરાજાએ મુન્દ્રા શહેરમાં એન્ટ્રી કરી હતી.
વરસાદ દરમિયાન આકાશમાં વીજળીના ચમકારા સાથે ગાજવીજનો માહોલ સર્જાયો હતો. ધીમી ધારે શરૂ થયેલા વરસાદને પગલે મુન્દ્રા શહેરમાં અંદાજે અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદ પડતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને દિવસભરના બફારાથી પરેશાન શહેરીજનોએ રાહતનો અનુભવ કર્યો હતો.
દરમિયાન, આવતીકાલે સોમવારથી ગણપતિ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ગણપતિ ઉત્સવની પૂર્વસંધ્યાએ જ મેઘરાજાએ ધીમી ધારે હાજરી પૂરાવતા શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. વરસાદને પગલે શહેરનું વાતાવરણ પણ આહલાદક બની ગયું હતું. અને રોડ રસ્તા પર ખાડા ખાબોચિયામાં પાણી ભરાયું હતુ.