🔥 TRENDING कुएं पर जाल नहीं, हादसे का डर—ग्रामीणो... દસાડા તાલુકાના પાટડી ગામમાં ગૌ હત્યા ર... ಜಿವಂತ ಇರುವ ವ್ಯಕ್ತಿಯನ್ನೆ ಸರ್ಕಾರಿ ದಾಖಲೆಯ... पंचायत समिती मुरबाड शिक्षण विभाग आयोजि... અંકલેશ્વર નજીક ગડખોલ પાટિયાના ખાડામાં... કસનપુરમાં તાજો વરસાદ, ગામવાસીઓમાં ખુશી
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માતાએ નર્સ બની સેવા કરી, દીકરીએ ડોક્ટર બની સંભાળી એ જ હોસ્પિટલની જવાબદારી

માતાએ નર્સ બની સેવા કરી, દીકરીએ ડોક્ટર બની સંભાળી એ જ હોસ્પિટલની જવાબદારી

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 13 Sep 2026, 11:18 AM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સામાન્ય રીતે માતા-પિતાના વ્યવસાયથી અલગ કારકિર્દી પસંદ કરતા સંતાનો જોવા મળે છે, પરંતુ દેડીયાપાડામાં એક માતા અને દીકરીએ સેવા ક્ષેત્રમાં પોતાનો અનોખો સંબંધ જાળવી રાખ્યો છે. દેડીયાપાડા CHCમાં કુંતાબેન વસાવા સ્ટાફ નર્સ તરીકે અને તેમની દીકરી ડૉ. રિષિકા બેન વસાવા મેડિકલ ઓફિસર તરીકે સાથે ફરજ બજાવી રહ્યાં છે.
કુંતાબેન છેલ્લા 20 વર્ષથી દેડીયાપાડા CHCમાં દર્દીઓની સેવા કરી રહ્યાં છે. હોસ્પિટલમાં વર્ષોથી દર્દીઓની સંભાળ લેતી માતાને જોઈને જ રિષિકા બેનના મનમાં તબીબી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો વિચાર આવ્યો હતો.
સાગબારા ખાતે શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા બાદ રિષિકા બેન અમદાવાદમાં MBBSનો અભ્યાસ કરવા ગયાં. અભ્યાસ પૂર્ણ કરીને ડોક્ટર બન્યા બાદ તેમને દેડીયાપાડા CHCમાં મેડિકલ ઓફિસર તરીકે સેવા કરવાની તક મળી. આ સાથે માતા સાથે જ એક જ હોસ્પિટલમાં કામ કરવાની તેમની ઈચ્છા પણ પૂર્ણ થઈ.
હવે CHCમાં બંનેની કામગીરીનો સુંદર સમન્વય જોવા મળે છે. કુંતાબેન દર્દીની નર્સિંગ સંભાળ લે છે, જ્યારે ડૉ. રિષિકા બેન તબીબી તપાસ અને સારવારની જવાબદારી સંભાળે છે. માતા અને દીકરીને એકસાથે દર્દીઓની સેવા કરતા જોઈને હોસ્પિટલમાં આવનારા લોકોમાં પણ આ જોડી ચર્ચાનું કેન્દ્ર બની છે.
ડૉ. રિષિકા બેન માટે તેમની માતા ડોક્ટર બનવાની પ્રેરણાનો મુખ્ય સ્ત્રોત છે. વર્ષોથી મમ્મીને લોકો માટે કામ કરતા જોઈને તેમને સમજાયું કે તબીબી વ્યવસાય સાથે માનવસેવાની ભાવના પણ જોડાયેલી છે. આજે માતાની સાથે જ દર્દીઓની સેવા કરવાની તક મળવી તેમના માટે ગૌરવની બાબત છે.
રિષિકા બેનના પિતા રાઠસિંગભાઈ વસાવા દેડીયાપાડાની તાલુકા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યાં છે. એટલે પરિવારના ત્રણેય સભ્યો પોતાના-પોતાના ક્ષેત્રમાં સમાજની સેવા સાથે જોડાયેલા છે.
કુંતાબેનનું દીકરીને ડોક્ટર બનાવવાનું સપનું આજે સાકાર થયું છે. માતાની સેવાભાવનાથી મળેલી પ્રેરણાને દીકરીએ શિક્ષણ અને મહેનતથી આગળ વધારી છે. દેડીયાપાડા CHCથી લઈને તેમના વતન મુલચાસડા સુધી આ સિદ્ધિને લઈને પરિવાર અને સ્થાનિકોમાં ગૌરવની લાગણી છે.
માતાની સેવા બની દીકરીની પ્રેરણા અને દીકરીની સફળતા બની માતાના સપનાની પૂર્ણતા — દેડીયાપાડાની આ માતા-દીકરીની કહાની ખરેખર સેવા, સંસ્કાર અને સંઘર્ષનું સુંદર ઉદાહરણ છે.
📲Get App