🔥 TRENDING Rajasthan Video Goes Viral After Lough... Stray Cow Attacks 3‑Year‑Old in Rajast... Rajasthan HC Rejects Petition to Halt... Ludhiana Devotees Take Ganesh Idols Ho... Delhi Youth Dies After Brutal Beating... Delhi's New Gen Z Gangsters: Drugs, Ex...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Weather

વલસાડમાં લાંબા વિરામ બાદ વરસાદે જામ્યો માહોલ, ગરમીથી ત્રાહિમાન જનતાને મળી ઠંડક

✍️ Reporter: Makvana Chandravadan Bahadurbhai 🗓 13 Sep 2026, 06:20 PM 👁 12
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વલસાડ જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હતો. હવે મોડી રાત્રેથી ધીમી ધારે વરસાદ વરસવાથી શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે.

વલસાડ જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હતો, જેના કારણે શહેરના લોકો ગરમી અને બફારાટનો અનુભવ કરી રહ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ, વલસાડ શહેરમાં મોડી રાત્રેથી ધીમી ધારે વરસાદ વરસવા લાગ્યો છે.

ધીમી ધારે વરસતા વરસાદને કારણે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. લાંબા સમયથી ગરમીથી ત્રાહિમાન પોકારી ઉઠેલી જનતાએ આ ઠંડકનો સ્વાદ લીધો છે. આ વરસાદે શહેરવાસીઓમાં રાહતનો માહોલ જામ્યો છે.

ત્યારે, વરસાદના આગમનને લઈને ગણપતિ આયોજકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આયોજકો વરસાદને કારણે ઉદ્યોગોને થઈ શકે તેવા નુકસાન અને અડચણોને લઈને ચિંતિત દેખાઈ રહ્યા છે.
📲Get App