🔥 TRENDING કચ્છ જિલ્લાના મુન્દ્રા શહેરમાં માં ગાજ... કચ્છ જિલ્લાના મુન્દ્રા શહેરમાં માં ગાજ... हरदोई में दधि उत्सव पर राजनीतिक गाने स... Dulquer Salmaan’s ‘Im Game’ Nets ₹48 L... Nagarjuna Washes Contestants' Glasses,... CAZRI Moth Bean Varieties Show Strong...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વ્યારામાં ગોલવાડ કા દાદાના મહાઆગમન પહેલાં વાતાવરણ ડહોળવાના આરોપે ચાર સામે ફરિયાદ..
Crime

વ્યારામાં ગોલવાડ કા દાદાના મહાઆગમન પહેલાં વાતાવરણ ડહોળવાના આરોપે ચાર સામે ફરિયાદ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 13 Sep 2026, 08:10 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વ્યારા શહેરમાં ગણપતિ મહોત્સવ દરમિયાન બેનર લગાવવાના મુદ્દે થયેલી બોલાચાલી બાદ ગોલવાડ કા દાદા ગણેશ મંડળના સભ્ય સાથે મારામારી કરવાના આરોપે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે...

વ્યારા શહેરમાં ગણપતિ મહોત્સવને લઈને વિવિધ મંડળો દ્વારા ઠેરઠેર બેનરો લગાવવામાં આવ્યા છે. ગોલવાડ કા દાદા ગણેશ મંડળનું મહાઆગમન તથા અનોખા કાર્યક્રમોને લઈને સમગ્ર વ્યારા શહેર તેમજ તાપી જિલ્લામાં ખાસ ચર્ચામાં રહેતું હોવાનું જાણવા મળે છે. આ દરમિયાન ગોલવાડ કા દાદાના મહાઆગમન પહેલાં વાતાવરણ ડહોળવાનો પ્રયાસ થયો હોવાના આક્ષેપ સાથે વ્યારા પોલીસ મથકે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.

ફરિયાદ મુજબ, ગોલવાડ કા દાદા ગણેશ મંડળના સભ્યો ગત રોજ વિશ્વરાજ ગણેશ મંડળના આગમનને નિહાળવા માટે ઉભા હતા. તે દરમિયાન ગોલવાડ કા દાદાના બેનર ઉપર વિશ્વરાજ ગણેશ મંડળના બેનરો લગાવવામાં આવી રહ્યા હતા. આ બાબતે ગોલવાડ કા દાદા ગણેશ મંડળના સભ્ય મનિષ વળવીએ બેનર લગાવનારને પૂછપરછ કરતાં તેમને અભિષેક ભદોરીયા અને સાગર રાણા સાથે વાત કરી લેવા જણાવાયું હતું.

ત્યારબાદ મનિષ વળવી મિશનનાકા પાસે આવેલા એસ.પી. મંડપ નજીક અભિષેક ભદોરીયા અને સાગર રાણા સાથે વાતચીત કરવા પહોંચ્યા હતા. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ત્યાં અગાઉથી કેટલાક લોકો હાજર હતા અને વાતચીત દરમિયાન અભિષેક ભદોરીયા, સાગર રાણા, વિરલ ટેલર તથા કૌશલ ઠક્કર દ્વારા મનિષ વળવી સાથે મારામારી કરવામાં આવી હતી.

ફરિયાદ મુજબ મનિષ વળવીને લાકડી તેમજ લાતો અને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.સમગ્ર મામલે વ્યારા પોલીસ મથકે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.ગણપતિ મહોત્સવના માહોલ વચ્ચે બનેલી આ ઘટનાને લઈને વ્યારા શહેરમાં ચર્ચા જોવા મળી રહી છે.
📲Get App