🔥 ट्रेंडिंग नागर्जुन ने साफ़ की प्रतियोगियों के गि... CAZRI के मटर किस्में दिखा रही हैं मजबू... अनुप जलोटा ने 'भक्तिद्वार' का शुभारंभ... ओमान तट पर हुए जहाज़ पर हमले में एक भा... गवर्नर ने माँ ज्वालामुखी मंदिर में श्र... सिपाही राहुल ने बचाए सात लोगों की जान
13 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
खेल

મુંબઈમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભરૂચના ત્રણ યુવાનોએ કર્યું શહેરનું પ્રતિનિધિત્વ

✍️ रिपोर्टर: Nilesh Chaudhari 🗓 13 सित. 2026, 07:55 PM 👁 7
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુંબઈના નરીમન પોઈન્ટ ખાતે WNBF દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચના ત્રણ યુવાનોએ 350થી વધુ સ્પર્ધકો વચ્ચે પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું.

મુંબઈના નરીમન પોઈન્ટ ખાતે WNBF દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભરૂચના ત્રણ યુવાનોએ શહેરનું પ્રતિનિધિત્વ કર્યું છે. હાઉસ ઓફ બ્રોડઝિલ્લા જીમના હેડ કોચ ધવલ મહિડાના માર્ગદર્શન હેઠળ અમન કાનુંગા, ફહાદ પટેલ અને દિપક રાજપૂતે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં 350થી વધુ બોડી બિલ્ડરોએ ભાગ લીધો હતો, જેમાં ભરૂચના આ ત્રણેય યુવાનોએ પોતાનું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપ્યું. ખાસ કરીને જુનિયર મેન્સ ફિઝિક્સ કેટેગરીમાં અમન કાનુંગાએ મેડલ મેળવીને ભરૂચનું નામ રોશન કર્યું છે.

છ મહિનાની અથાગ મહેનત, ચુસ્ત ડાયટ અને ડેડિકેશન બાદ આ ત્રણેય યુવાનોએ આંતરરાષ્ટ્રીય લેવલ સુધી પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ સિદ્ધિ ભરૂચ માટે ગૌરવની ક્ષણ ગણાય છે.
📲Get App