🔥 TRENDING બારડોલીમાં યોજાયેલી સીબીએસસી વોલીબોલ સ... બારેજામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,... श्री शिव मंदिर सत्संग भवन (समाना) का व... Martha Stewart's 152-Acre New York Far... Purulia Man Arrested After Alleged Kil... Pawan Kalyan Thanks Kerala for Hospita...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુર તાલુકા માં દારૂબંધી ના કાયદા ના ધજાગરા ઉડી રહ્યા છે. સાંતલપુર શહેર સહિત તાલુકા ના અનેક ગામડાઓ માં ખુલ્લેઆમ ગેરકાયદેસર દેશી દારૂ નું વેચાણ

✍️ Reporter: Mehul sinh jadeja 🗓 12 Sep 2026, 03:44 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુર માં ખુલ્લેઆમ દેશી દારૂ નું વેચાણ, તંત્ર મૌન
સાંતલપુર તાલુકા માં દારૂબંધી ના કાયદા ના ધજાગરા ઉડી રહ્યા છે. સાંતલપુર શહેર સહિત તાલુકા ના અનેક ગામડાઓ માં ખુલ્લેઆમ ગેરકાયદેસર દેશી દારૂ નું વેચાણ થઈ રહ્યું હોવા નું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ સાંતલપુર બજાર વિસ્તાર, બસ સ્ટેશન પાછળ, અને કેટલાક રહેણાંક વિસ્તારો માં સાંજ પડતા જ દેશી દારૂ ના અડ્ડાઓ ધમધમવા લાગે છે. સ્થાનિક લોકો ના કહેવા મુજબ રોજ ના હજારો રૂપિયા નો દારૂ ખુલ્લેઆમ વેચાય છે.
દારૂ ના કારણે સાંતલપુર માં ગુનાખોરી વધી છે. નશા માં ચકચૂર અસામાજિક તત્વો દ્વારા ઝઘડા, ગાળાગાળી અને મહિલાઓ ની છેડતી ના બનાવો વધ્યા છે. યુવા ધન નશા ના રવાડે ચડી રહ્યું છે, જે ખુબ ચિંતાજનક છે.
ગુજરાત માં સંપૂર્ણ દારૂબંધી હોવા છતાં આ રીતે ખુલ્લેઆમ દારૂ વેચાવો એ મોટો સવાલ ઉભો કરે છે. સ્થાનિકો દ્વારા અનેક વખત પોલીસ ને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ તેવો આક્ષેપ થઈ રહ્યો છે.
આ અંગે પ્રેસ રિપોર્ટર તરીકે ગાંધીનગર દારૂબંધી વિભાગ, કલેકટરશ્રી પાટણ અને SP શ્રી પાટણ ને લેખિત માં રજૂઆત કરવામાં આવી છે. જો તાત્કાલિક રેડ કરી કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસો માં ઉચ્ચ કક્ષાએ આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
📲Get App