🔥 TRENDING হাওড়ার ফুটপাতে প্রকাশিত চলছে মাদক সেব... पत्रकार काशिनाथ देसले यांच्या निवासस्थ... Andhra Pradesh Deputy CM applauds conc... Government Steps Up Fight Against Grow... Gujarat Resident Arrested with 216 ATM... Gujarat Couple Allegedly Defrauds 29 V...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભુજમાં જાહેરમાં આંકડો લેતા શખ્સની ધરપકડ

✍️ Reporter: Bharat Kanjibhai Patariya 🗓 12 Sep 2026, 09:12 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

.

ભુજમાં જાહેરમાં આંકડો લેતા શખ્સની ધરપકડ
રૂ. ૧૦૫૦ રોકડા, આંકડા લખેલી ડાયરી અને પેન જપ્ત
મુન્દ્રા, તા. ૧૨: ભુજના સુમરા ડેલી, દરબારગઢની દીવાલ પાસે જાહેરમાં લોકો પાસેથી આંકડા લેતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી રૂ. ૧,૦૫૦ રોકડા, આંકડા લખેલી ડાયરી તથા પેન જપ્ત કર્યા હતા. જોકે, આ કાર્યવાહી બાદ મોટા મગરમચ્છો આબાદ રહી ગયા હોવાની ચર્ચા પણ ઉઠી છે.
મળતી માહિતી મુજબ, ભુજના સુમરા ડેલી વિસ્તારમાં દરબારગઢની દીવાલ પાછળ અનવર અબ્દુલ આરબ (રહે. સંજોગનગર) લોકોને આંકડા લખાવી રહ્યો હતો. તે ગ્રાહકો પાસેથી આંકડા લઈ પેન વડે ડાયરીમાં નોંધ કરી રહ્યો હતો.
દરમિયાન અચાનક પોલીસ ત્યાં પહોંચી હતી અને અનવર અબ્દુલ આરબને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ગ્રાહકોએ આપેલા રૂ. ૧,૦૫૦ રોકડા, આંકડા લખેલી ડાયરી અને પેન કબજે કર્યા હતા.
પરંતુ હવે મુખ્ય સવાલ એ છે કે પકડાયેલો આ પન્ટર કોના માટે આંકડા લખતો હતો? આ સમગ્ર જુગારના નેટવર્ક પાછળના મુખ્ય સૂત્રધારો સુધી પોલીસ પહોંચશે કે કેમ?
જાહેરમાં ચાલતી આવી પ્રવૃત્તિ સામે પોલીસની કાર્યવાહી આવકારદાયક છે, પરંતુ નાના પન્ટરની ધરપકડ સાથે કાર્યવાહી અટકી ન જાય અને મોટા મગરમચ્છો સુધી પોલીસનો હાથ પહોંચે, તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.
📲Get App