🔥 TRENDING காரைக்குடியில் இரு கார்கள் மோதி கொண்டத... पूर्वी चंपारण में शराब कारोबारियों के... ભૂપેન્દ્રભાઈ બસિયાની ભારતીય જનતા પાર્ટ... Monsoon deficit hits 15% as El Nino th... Apple, Okta and AMD Shares Surge to 52... Gyanesh Kumar’s Rise from Kerala to Ka...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ તાલુકાના કરકથલ ગામે પાણીની મોટર બંધ કરવા જતા વીજ કરંટ લાગતાં મહિલાનું કરુણ મોત

વિરમગામ તાલુકાના કરકથલ ગામે પાણીની મોટર બંધ કરવા જતા વીજ કરંટ લાગતાં મહિલાનું કરુણ મોત

✍️ Reporter: Gilani Asikali 🗓 12 Sep 2026, 08:50 AM 👁 62
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વીરમગામ તાલુકાના કરકથલ ગામમાં પોતાના રહેણાંક મકાનમાં પાણીની મોટર બંધ કરવા જતાં મહિલાને વીજ કરંટ લાગતાં કરુણ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, કરકથલ ગામે રહેતા મનિષાબેન રણજીતભાઈ ગલાભાઈ ખુડદિયા (ઉંમર 26 વર્ષ) પોતાના ઘરે પાણીની મોટર બંધ કરવા ગયા હતા. દરમિયાન તેમના હાથના ભાગે અચાનક વીજ કરંટ લાગતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા તેમને સારવાર માટે લઈ જવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વીરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
સમગ્ર બનાવ અંગે વીરમગામ રૂરલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App