🔥 ट्रेंडिंग कनक न्यूज़ का 13 सितंबर 2026 को 3 बजे... कनक न्यूज़ ने 13 सितंबर 2026 को 7 बजे... मुख्यमंत्री ने पवन के लौटने पर भेजा गर... आंध्र प्रदेश में डेयरनेस अलाउंस 41.86%... হাওড়ার ফুটপাতে প্রকাশিত চলছে মাদক সেব... पत्रकार काशिनाथ देसले यांच्या निवासस्थ...
13 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

મુંદરા સીટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નોંધાયેલા વણશોધાયેલા મોટરસાયકલ ચોરીના ગુનાની તપાસ દરમિયાન પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલીને ચોરીની મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

✍️ रिपोर्टर: Bharat Kanjibhai Patariya 🗓 12 सित. 2026, 08:40 AM 👁 29
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આરોપી પર અગાઉ પણ વિવિધ કલમો હેઠળ ગુન્હા નોંધાઈ ચુક્યા છે

પોલીસ તપાસ અંતર્ગત આરોપી રમેશ આતુ પરમાર, રહેવાસી શક્તીનગર, મુંદરાને ચોરી થયેલી મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી અંદાજિત રૂ. ૫૦,૦૦૦/- ની કિંમતની મોટરસાયકલ કબજે કરવામાં આવી છે.
આરોપી વિરુદ્ધ મુંદરા પોલીસ સ્ટેશનમાં ગુ.ર. નં. ૧૩૮૫/૨૦૨૬ નો ગુનો ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૦૩(૨) હેઠળ નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અગાઉ પણ મુંદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિવિધ ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. જેમાં વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨ દરમિયાન ચોરી, લૂંટ તથા ધમકી સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે. આરોપી વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનાઓમાં પણ કાર્યવાહી થઈ હોવાનું જણાવાયું છે.
આરોપી સામે અગાઉ નોંધાયેલા મુખ્ય ગુનાઓ નીચે મુજબ છે:
ગુ.ર. નં. ૪૨૦/૨૦૨૨
ગુ.ર. નં. ૫૮૮/૨૦૨૧
ગુ.ર. નં. ૫૮૪/૨૦૨૧
ગુ.ર. નં. ૫૯૧/૨૦૨૧
(મુંદરા પોલીસ સ્ટેશન)
📲Get App