🔥 ट्रेंडिंग टीएमसी के ममता समूह ने फुटबॉल खिलाड़ी... जमुई में उत्पीड़न मामले में तीन गिरफ्त... बिहार उत्पीड़न मामले में तीन गिरफ्तार,... बिहार मंत्री ने 'अलग‑थलग घटनाएं होती ह... महाराष्ट्र डिस्कॉम ने ओरियाना पावर को... महाराष्ट्र एफडीए ने सुलेमान उस्मान मिठ...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કામરેજ સુગર સહકારી મંડળી: અશ્વિન પટેલ ફરી પ્રમુખ બન્યા, ઉપપ્રમુખ પદે છાયાબેન ગોહિલની વરણીથી વિરોધનો સૂર
राजनीति

કામરેજ સુગર સહકારી મંડળી: અશ્વિન પટેલ ફરી પ્રમુખ બન્યા, ઉપપ્રમુખ પદે છાયાબેન ગોહિલની વરણીથી વિરોધનો સૂર

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 12 सित. 2026, 12:47 PM 👁 39
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની ચૂંટણી બાદ ભાજપના મેન્ડેડથી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, જેમાં ઉપપ્રમુખ પદને લઈને અસંતોષ સામે આવ્યો છે.

કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની ચૂંટણી પૂર્ણ થયાના દિવસો સુધી ચાલેલી અસમંજસ બાદ અંતે ભાજપના મેન્ડેડથી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી સંપન્ન થઈ છે.

પ્રમુખ તરીકે પુન : અશ્વિન પટેલની પસંદગી કરાઇ છે. જ્યારે સંસ્થાના ઉપ પ્રમુખ પદે છાયાબેન ગોહિલની વરણી કરવામાં આવી છે. પરંતુ ઉપપ્રમુખ પદને લઇ ભારૂંડીના અમીત પટેલ સમર્થીત જુથનો અસંતોષ જોવા મળ્યો છે.

ભારૂંડી ગામના જ અજીત પટેલ સહિતના સમર્થકોએ ઉપપ્રમુખ પદ માટે અમીત પટેલને સમર્થન આપતા જણાવ્યું હતું કે, ઓલપાડ તાલુકાના ભારુંડી ગામના અગ્રણી અમિત પટેલ છેલ્લા 17 વર્ષથી સુગરમાં ડિરેક્ટર તરીકે સક્રિય છે. અને તેઓ પણ ઉપપ્રમુખ તરીકે તેમની દાવેદારી પ્રબળ મનાતી હતી. પરંતુ આખરે ઉપપ્રમુખ પદે છાયાબહેન ગોહીલની વરણી થવાને લઇ તેમણે નારાજગી વ્યક્ત કરી વિરોધ નોંધાવતા માહોલ ગરમાયો હતો
📲Get App