🔥 TRENDING Justice V. Kameswar Rao Sworn in as Pa... Fadnavis Meets Prince Rahim Aga Khan,... Balcony slab collapse in Vashi forces... Amit Shah to Speak at Official Languag... Allahabad HC Criticizes UP Government... UP RERA Approves 13 Real Estate Projec...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ડભોઇ તાલુકાના સિંધિયાપુરા પાસે ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ઝડપાયો

✍️ Reporter: Dharmendrakumar Dhobi 🗓 11 Sep 2026, 08:08 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડભોઇ તાલુકાના સિંધિયાપુરા પાસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો

*ડભોઈના સિંધીયાપુરા ગામે ૪.૫૯ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એક શખ્સ પકડાયો એક ફરાર*


પોલીસને મળેલી બાતમી અને વાહન ચેકિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી છે.
ફરિયાદી હેડ કોન્સ્ટેબલ દિનેશ મોતીરામ (બ.નં. 240) ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે. તા. 10/09/2026 ના રોજ રાત્રે તેઓ ગોપાલપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે સરપ્રાઈઝ વાહન ચેકિંગમાં હતા, ત્યારે સંખેડા તરફથી એક નંબર પ્લેટ વગરની ટાટા પંચ ફોર વ્હીલર ગાડી આવતી દેખાઈ હતી.

પોલીસે ગાડી ઉભી રાખવા ઈશારો કરતા ચાલકે ગાડી રોકી નહીં અને ડભોઈ તરફ ભગાવી મૂકી હતી. પોલીસે પીછો કરતા ચાલકે પાણસોલી ગામથી અંદરના રસ્તે અને ત્યારબાદ સિંધીયાપુરા ગામમાં ગાડી લઇ ગયો હતો. આગળ રસ્તો ન મળતા ગાડી ઉભી રાખી બે ઈસમો અંધારાનો લાભ લઇ ગામમાં નાસી ગયા હતા, જેમાંથી એક ચાલકને પોલીસે પકડી પાડ્યો હતો.
*ઝડપાયેલ મુદ્દામાલ:*
ગાડીની તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

- કુલ નંગ - ૬૨૪ ક્વાટર અને બિયરના ટીન
- કુલ કિંમત - રૂ. ૧,૫૯,૦૨૪/-
- ટાટા પંચ ગાડી કિંમત રૂ. ૩,૦૦,૦૦૦/-
- *કુલ મુદ્દામાલ રૂ. ૪,૫૯,૦૨૪/-*

*આરોપીઓ:*
પોલીસે સ્થળ પરથી *(1) રઘુરાજસિંહ ઈન્દ્રસિંહ રાઉલજી ઉ.વ. 38, રહે. દેરોલી દરબાર ફળિયું, તા. સંખેડા, જિ. છોટા ઉદેપુર* ને પકડી પાડ્યો છે, જ્યારે તેનો સાથી *(2) જયેંદ્રસિંહ પરમાર રહે. આમરોલી, તા. સંખેડા* નાસી ગયેલ છે.

પુછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ દારૂ મધ્યપ્રદેશના છકતલ્લા ખાતેથી *રેમલાભાઈ રાઠવા* પાસેથી લાવીને *વડોદરા વૃંદાવન ચોકડી પાસે રહેતા સાગર ઉર્ફે પીન્ટુ શિંદે* ને આપવાનો હતો.

ડભોઈ પોલીસે પ્રોહી કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નાસી ગયેલા અને દારૂ મોકલનાર તથા મંગાવનારની શોધખોળ ચાલુ છે.
📲Get App