🔥 TRENDING Arunachal Congress Opposes Heavy Secur... Rain and Thundershowers Expected Acros... Jammu Kashmir Govt Appoints 29 DySPs T... MeT Forecasts Rain and Thunderstorms A... नाचना में विकसित भारत जन सेवा अभियान क... Offline Music Events Fuel New Artist D...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

વિરણીયા હાઇસ્કુલમાં શિક્ષક દિન ની વિશિષ્ટ ઉજવણી

✍️ Reporter: Burhaan sibhai 🗓 11 Sep 2026, 08:01 PM 👁 80
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શ્રી લુણાવાડા કેળવણી મંડળ સંચાલિત શાળા ધી ન્યુ ઇંગ્લીશ સ્કૂલ વિરણીયામાં શિક્ષક દિન નિમિત્તે સ્વ શાસન દિનની અનોખી અને સર્જનાત્મક રીતે ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ શિક્ષક અને શાળાના વિવિધ વહીવટી કાર્યોની જવાબદારી સંભાળીને એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા નિભાવી હતી. વિદ્યાર્થીઓ વર્ગમાં જઈ તેમના સહ અધ્યાયી મિત્રો ને જુદા જુદા વિષયોનું રસપ્રદ રીતે અધ્યાપન કરાવ્યું હતું. વિવિધ બાળ શિક્ષકોએ શિક્ષણ આપવાની સાથે સાથે શિસ્ત અને વ્યવસ્થાનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ નેતૃત્વ ક્ષમતા અને જવાબદારીની ભાવના નો વિકાસ થયો હતો. શાળાના સંચાલક શ્રી મુનેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ આચાર્ય શ્રી રાકેશભાઈએ વિદ્યાર્થીઓના પ્રયાસોને બિરદાવતા જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓથી બાળકોને શિક્ષકની જવાબદારી સમજવાની સાથે સાથે તેમના વ્યક્તિત્વ વિકાસને પણ વેગ મળે છે. શિક્ષક દિન નિમિત્તે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓ માટે અલ્પાહાર ની વ્યવસ્થા શાળા તરફથી કરવામાં આવી હતી.
📲Get App