🔥 TRENDING જામજોધપુર સીદસર ઉમિયાધામ आगरा में बिजली चोरी पर 55 पर मुकदमा, ब... JD(U) chief urges ‘Recall Bihar before... BSF Stops Sikh Nagar Kirtan En Route t... Delhi Government to Upgrade Roads and... मिर्जापुर मोहल्ले में पुलिस ने हथियारो...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કાલુપુરના પાંચકૂવા દરવાજા બહાર કપડાની દુકાનમાં મોડી રાત્રે ભીષણ આગ, ભારે અફરાતફરી
Local

કાલુપુરના પાંચકૂવા દરવાજા બહાર કપડાની દુકાનમાં મોડી રાત્રે ભીષણ આગ, ભારે અફરાતફરી

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 11 Sep 2026, 01:00 PM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કાલુપુરના પાંચકૂવા દરવાજા બહાર આવેલી એક કપડાની દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી, જેને કાબૂમાં લેવા ફાયરબ્રિગેડની ૬ ગાડીઓ કામે લાગી હતી.

કાલુપુર વિસ્તારમાં આવેલા પાંચકૂવા દરવાજા બહાર મોડી રાત્રે એક કપડાની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુકાનમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

આ ઘટના અંગે મળતી વિગતો અનુસાર, આગની શરૂઆત દુકાનના ગ્રાઉન્ડ ફ્લોરથી થઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને તે ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. કપડાના જથ્થાને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડની 6 ગાડીઓએ ભારે જહેમત ઉઠાવ્યા બાદ આખરે આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે.
📲Get App