🔥 TRENDING Sikkim Launches Statewide Road Inspect... BJp MLA Calls for UCC in Mizoram, Says... Mizoram Leader Hrahmo Calls for Unifor... Four Senior Bureaucrats Transferred fr... NHAI Issues New Safety Guidelines for... Arunachal duo Lobsang Choidrup and Sam...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની પ્રથમ રાજ્ય સ્તરની ટેબલ બેઠક યોજાઈ
Local

સુરતમાં ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની પ્રથમ રાજ્ય સ્તરની ટેબલ બેઠક યોજાઈ

✍️ Reporter: Dhaval Maheta 🗓 10 Sep 2026, 05:25 PM 👁 37
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના અદ્યતન ICCCમાં 17 ગુજરાત શહેરોના મેયરો અને પદાધિકારીઓએ શહેરી વિકાસ, વહીવટી સુધારો અને નાગરિક સુવિધાઓ માટે ચર્ચા કરી અને સફળ પ્રયોગોનું આદાન-પ્રદાન કર્યું.

સુરત મહાનગરપાલિકાના યજમાનપદે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સ અંતર્ગત ગુજરાત પ્રદેશ સ્તરની મહત્વપૂર્ણ એક દિવસીય પ્રથમ રાઉન્ડ ટેબલ બેઠક સુરતના અદ્યતન ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ખાતે યોજાઈ. આ પરિષદમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, જૂનાગઢ, નવસારી, મોરબી, મહેસાણા સહિત રાજ્યભરના 17 શહેરોના મેયરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

બેઠકમાં શહેરી વિકાસને વેગ આપવો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું સંચાલન વધુ અસરકારક બનાવવું, નાગરિક સુવિધાઓ વધારવી અને સુદ્રઢ વહીવટી પ્રણાલી અંગે ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ કરવામાં આવ્યો. સુરતના મેયર માયાબેન માવાણીએ જણાવ્યું કે, આ મંચનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ શહેરોમાં ચાલી રહેલા શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સ અને સફળ પ્રયોગોનું આદાન-પ્રદાન કરવાનો છે, જેથી અન્ય શહેરો સુરતના વિકાસ મોડેલથી લાભ મેળવી શકે.

બેઠક બાદ તમામ આમંત્રિત મેયરો માટે સુરતના મહત્વના વિકાસ કાર્યોની ફિલ્ડ વિઝિટ ગોઠવવામાં આવી. તેમાં મનપાના ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ (TT Plant)નું નિરીક્ષણ, જ્યાં ગંદા પાણીને શુદ્ધ કરી ઉદ્યોગોને પૂરું પાડવામાં આવે છે, તેમજ સુરત મહાનગરપાલિકા સંચાલિત 'સુમન હાઇસ્કૂલ'માં સ્માર્ટ ક્લાસરૂમ અને અદ્યતન સુવિધાઓનું દર્શન કરવામાં આવ્યું. ICCC સેન્ટરના અદ્યતન કંટ્રોલ અને સર્વેલન્સ વ્યવસ્થા, 'ડ્રીમ સિટી' અને 'સુરત ડાયમંડ બુર્સ'ની વિશ્વકક્ષાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ મેયરોને દર્શાવવામાં આવી.

સર્વે મેયરોએ સુરતની સસ્ટેનેબલ વિકાસ પ્રોજેક્ટ્સ અને સ્માર્ટ વિઝનને વખાણ્યું, અને અન્ય શહેરોમાં આ પ્રકારની પહેલો અમલમાં લાવવા માટે સહકારની ભાવના વ્યક્ત કરી.
📲Get App