🔥 TRENDING Reservation Lottery for Panchayati Raj... College Student Killed as Crane Runs O... Milk tanker overturns on Mumbai‑Ahmeda... Wasim Akram lashes out at Babar Azam,... અમદાવાદ: છેતરપિંડીના કેસમાં ક્રાઈમ બ્ર... Mohammad Shami Rumoured to Enter Polit...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુઈગામ પોલીસ લોકઅપમાં શંકાસ્પદ કસ્ટોડિયલ ડેથ
Local

સુઈગામ પોલીસ લોકઅપમાં શંકાસ્પદ કસ્ટોડિયલ ડેથ

✍️ Reporter: Amaratbhai D. Gohil 🗓 10 Sep 2026, 11:07 PM 👁 32
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુઈગામ પોલીસ લોકઅપમાં શંકાસ્પદ કસ્ટોડિયલ ડેથ

અહેવાલ: અમરત ગોહિલ
વાવ થરાદ જિલ્લો

સુઈગામ પોલીસ લોકઅપમાં કસ્ટોડિયલ ડેથનો આક્ષેપ, અનેક સવાલો ઉભા

સુઈગામ પોલીસ લોકઅપમાં શંકાસ્પદ કસ્ટોડિયલ ડેથ

મૃતદેહ ધારપુર ખસેડાયો, પોલીસ સ્ટેશન બહાર ટોળાં ઉમટ્યાં; નિષ્પક્ષ તપાસ નહીં થાય તો આંદોલનની ચીમકી
સુઈગામ, બનાસકાંઠા: સુઈગામ પોલીસ સ્ટેશનના લોકઅપમાં પોલીસ કસ્ટડીમાં રહેલા પરમાર રતાભાઈ રૂપસીભાઈનું ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃત્યુ થયાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો સહિત લોકો પોલીસ સ્ટેશન બહાર ઉમટી પડ્યા હતા.
મળતી માહિતી મુજબ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધારપુર ખસેડવામાં આવ્યો છે. કસ્ટડીમાં રહેલી વ્યક્તિનું લોકઅપમાં મૃત્યુ થતાં પોલીસની કામગીરી, લોકઅપની સુરક્ષા વ્યવસ્થા અને ઘટનાકાળની સમગ્ર પરિસ્થિતિ અંગે અનેક ગંભીર સવાલો ઉઠ્યા છે.
મૃતકની કસ્ટડી કયા ગુનામાં અને કઈ કલમો હેઠળ લેવામાં આવી હતી? ધરપકડની કાયદેસરની પ્રક્રિયાનું પાલન થયું હતું કે કેમ? મૃતકને નિયમ મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો કે કેમ? લોકઅપમાં CCTV કેમેરા કાર્યરત હતા કે નહીં અને ઘટનાના સમયના ફૂટેજ સુરક્ષિત રાખવામાં આવ્યા છે કે કેમ? ફરજ પરના પોલીસ કર્મચારીઓની જવાબદારી શું હતી? જેવા સવાલોના જવાબ તપાસ બાદ જ સામે આવી શકે તેમ છે.
પરિવારજનો અને સ્થાનિકો દ્વારા કસ્ટડી દરમિયાન મૃતક સાથે કોઈ શારીરિક કે માનસિક ત્રાસ થયો હતો કે કેમ તેની પણ નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી રહી છે.

*પોસ્ટમોર્ટમ અને તપાસ પારદર્શક કરવાની માંગ*

કસ્ટોડિયલ ડેથ જેવા ગંભીર મામલામાં સમગ્ર ઘટનાની તટસ્થ, પારદર્શક અને સમયબદ્ધ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મૃતદેહનું પેનલ તબીબો દ્વારા નિષ્પક્ષ પોસ્ટમોર્ટમ કરાવી શક્ય હોય ત્યાં સુધી પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. CCTV સહિત સંબંધિત તમામ પુરાવા સુરક્ષિત રાખી તપાસ કરવામાં આવે તેવી માંગ છે.


*ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી*

ભીમ સેના પ્રમુખ બાબુભાઈ ભાટિયાએ જણાવ્યું હતું કે, કસ્ટડીમાં વ્યક્તિનું મૃત્યુ અત્યંત ગંભીર બાબત છે. ઘટનાની તટસ્થ અને ન્યાયિક તપાસ કરી સત્ય બહાર લાવવું તથા મૃતકના પરિવારને ન્યાય અપાવવો જરૂરી છે. જો સમગ્ર મામલે નિષ્પક્ષ, પારદર્શક અને સમયબદ્ધ તપાસ નહીં થાય તો પરિવારજનો તથા સમાજના લોકો સાથે મળીને લોકશાહી અને કાયદાકીય રીતે આંદોલન કરવામાં આવશે તેવી તેમણે ચીમકી આપી છે.
હાલ સમગ્ર મામલે સત્તાવાર તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ રતાભાઈના મૃત્યુનું ચોક્કસ કારણ અને ઘટનાની સંપૂર્ણ હકીકત સ્પષ્ટ થશે.
📲Get App