🔥 TRENDING 24news: ચૂંટણી સંબંધિત ગ્રાઉન્ડ રિપોર્... દિવાળી તહેવાર દરમિયાન ટ્રાફિક પોલીસ દ્... धनतेरस के अवसर पर गरम बारवा खुर्म में... Devon Conway Ruled Out Of India Vs NZ... Prithvi Shaw Remains Determined to Ret... NZ Faces Mixed Squad News Ahead of Sec...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ગુજરાત પોલીસ દ્વારા ઓવર સ્પીડિંગ અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ સામે વિશેષ ટ્રાફિક ડ્રાઇવ

✍️ Reporter: Shah Parth Govindbhai 🗓 10 Sep 2026, 09:54 PM 👁 75
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત પોલીસએ ઓગસ્ટમાં 74,242 કેસ નોંધાવીને ₹5.33 કરોડથી વધુ દંડ વસૂલ્યો અને 36,000થી વધુ ગેરકાયદેસર પાર્કિંગ કેસોમાં કાર્યવાહી કરી.

ગુજરાત પોલીસએ રોડ સુરક્ષા વધારવા અને અકસ્માતો ઘટાડવા વિશેષ ટ્રાફિક ડ્રાઇવ યોજી છે.

ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગ સામે કુલ 74,242 કેસ નોંધાયા અને વાહનચાલકો પાસેથી ₹5.33 કરોડથી વધુ દંડ વસૂલવામાં આવ્યો.

હાઇવે અને મુખ્ય માર્ગો પર ગેરકાયદેસર પાર્કિંગ સામે 36,000થી વધુ કેસોમાં કાર્યવાહી કરવામાં આવી, જેમાં નેશનલ હાઇવે પર 10,408 કેસ અને સ્ટેટ હાઇવે તથા અન્ય માર્ગો પર 20,813 કેસ નોંધાયા.

ટ્રાફિકમાં અડચણ ઊભી કરતા વાહનો સામે 5,078 કેસ અને 580 વાહનો પર સીધી કાર્યવાહી કરવામાં આવી.

હવે નંબર પ્લેટ વગરના, છેડછાડ કરેલી, અસ્પષ્ટ, ઢાંકેલી કે ચિન્હવાળી નંબર પ્લેટવાળા વાહનો સામે 14 ઓક્ટોબર સુધી ડ્રાઇવ ચાલુ રહેશે.
📲Get App