🔥 TRENDING Sikkim Launches Statewide Road Inspect... BJp MLA Calls for UCC in Mizoram, Says... Mizoram Leader Hrahmo Calls for Unifor... Four Senior Bureaucrats Transferred fr... NHAI Issues New Safety Guidelines for... Arunachal duo Lobsang Choidrup and Sam...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત મહાનગરપાલિકાએ ધાર્મિક તહેવારો દરમિયાન માંસ, મચ્છી અને મટન દુકાનોને બંધ કરવાનો આદેશ
Religion

સુરત મહાનગરપાલિકાએ ધાર્મિક તહેવારો દરમિયાન માંસ, મચ્છી અને મટન દુકાનોને બંધ કરવાનો આદેશ

✍️ Reporter: Dhaval Maheta 🗓 09 Sep 2026, 09:32 PM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકાની 24 જુલાઈની સ્થાયી સમિતિની ઠરાવ મુજબ શ્વેતાંબર અને દિગંબર જૈન પર્યુષણ પર્વ, ગણેશ ચતુર્થી, સંવત્સરી અને અનંત ચૌદશ જેવા તહેવારો દરમિયાન તમામ કતલખાનાઓ અને માંસ, મચ્છી, મટન વેચાણકારો બંધ રહેશે.

સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ ઠરાવ ક્રમાંક 1351/2026, તારીખ 24 જુલાઈ, 2026 મુજબ શહેરમાં આવતા ધાર્મિક તહેવારો માટે કાયદો, વ્યવસ્થા અને ધાર્મિક ભાવનાઓની સુરક્ષા માટે ખાસ આદેશ જારી કર્યો છે.

આ આદેશ અનુસાર શ્વેતાંબર જૈન પર્યુષણ પર્વ 8 સપ્ટેમ્બર થી 13 સપ્ટેમ્બર 2026, ગણેશ ચતુર્થી 14 સપ્ટેમ્બર 2026, શ્વેતાંબર જૈન સંવત્સરી 15 સપ્ટેમ્બર 2026, દિગંબર જૈન પર્યુષણ પર્વનો પ્રથમ દિવસ 16 સપ્ટેમ્બર 2026 અને અનંત ચૌદશ તેમજ દિગંબર જૈન સંવત્સરી 25 સપ્ટેમ્બર 2026 સુધી તમામ કતલખાનાઓ બંધ રહેશે.

નિર્ધારિત તારીખો દરમિયાન સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં માંસ, મચ્છી અને મટનની દુકાનોને સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે અને જીવતા પશુ-પક્ષીઓની કતલ અને વેચાણ પર કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવશે. સંબંધિત વેપારીઓ અને સંસ્થાઓને આ સૂચનાનો કડક પાલન કરવા માટે આગ્રહિત કરવામાં આવ્યું છે.

આ આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. પાલિકા પ્રશાસન દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે નિયમ તોડનાર ઇસમો અથવા સંસ્થાઓને જી.બી.પી.એમ.સી. અને બોમ્બે પોલીસ એક્ટની જોગવાઈઓ હેઠળ દંડ, જમિન અને અન્ય કાનૂની સજા મળશે.
📲Get App