🔥 TRENDING ग्रेटर नोइडा वेस्ट में चार मुरती अंडरप... Virat Kohli and Gautam Gambhir’s bus c... Deepfake Audio Misleads: Lavrov Dismis... India’s Top Dating Spots: Juhu Beach,... भीतरगांव में सनसनी 6 साल की मासूम शिवा... Centre to Supreme Court on UGC Equity...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં વકીલ ગૌરાંગ ભરતભાઈ હેરમા પર કામરેજ પોલીસનું મારમાર, જિલ્લા વકીલ મંડળે પોલીસ પર કાર્યવાહી માંગેલી
Local

સુરતમાં વકીલ ગૌરાંગ ભરતભાઈ હેરમા પર કામરેજ પોલીસનું મારમાર, જિલ્લા વકીલ મંડળે પોલીસ પર કાર્યવાહી માંગેલી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 09 Sep 2026, 09:32 PM 👁 76
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગત 4 સપ્ટેમ્બર 2026ના રોજ કામરેજ પોલીસ દ્વારા સુરત જિલ્લા વકીલ મંડળના સભ્ય ગૌરાંગ ભરતભાઈ હેરમાને મારમાર કરવામાં આવ્યો, જેના કારણે જિલ્લા વકીલ મંડળે પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી માંગેલી.

ગત 4 સપ્ટેમ્બર 2026ના રોજ કામરેજ પોલીસ દ્વારા સુરત જિલ્લા વકીલ મંડળના સભ્ય અને વકીલ ગૌરાંગ ભરતભાઈ હેરમાને મારમાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસ અધિકારીઓ દ્વારા હોદ્દાનો દુરુપયોગ અને કાયદાનો ભંગ તરીકે કરવામાં આવી.

આ અત્યાચારને લઈને જિલ્લા વકીલ મંડળે પોલીસ અક્ષિક્ષક (રૂરલ) સુરતને લેખિત અરજી આપી, જેમાં પોલીસ અધિકારીઓ સામે સખત કાર્યવાહી માંગવામાં આવી.

મંડળના પ્રમુખ ઉદયભાઈ પટેલ, સેક્રેટરી મુકુંદભાઈ રામાણી, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સુરતના સભ્ય હરેશભાઈ નાકરાણી અને અન્ય સીનીયર વકીલોએ આજ રોજ રૂરલ પોલીસ સ્ટેશનના એસ.પી. રાજેશ ગઢીયાને રૂબરૂ મળવા માટે હાજરી આપી અને ઘટનાની ગંભીર રજૂઆત કરી.

એસ.પી. દ્વારા PSI-ASI સામે તપાસના આદેશ આપવામાં આવ્યા, જેમાં મેહુલભાઈ જોગાભાઈ કસોટીયાને હેડક્વાર્ટર ખાતે તાત્કાલિક બદલી કરવામાં આવી અને PSI ચાવડા અને ASI શક્તિસિંહ સામે ઇન્ક્વાયરીનો ઓર્ડર જારી કરવામાં આવ્યો. પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ.
📲Get App