राजनीति
કામરેજ સુગરની ઉપપ્રમુખ પસંદગીમાં અશ્વિન પટેલની વિવાદાસ્પદ ફોન વાતચીતથી સમાજમાં ઉથલપાથલ
यहाँ देखें:
▶️ YouTube
કામરેજ સુગરની ઉપપ્રમુખ પદ માટે ક્ષત્રિય સમાજમાંથી ઉમેદવાર પસંદ કરવા અશ્વિન પટેલની ફોન ચર્ચા ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ, જેના કારણે સમાજમાં તણાવ ઉદ્ભવ્યો.
કામરેજ સુગરના ડિરેક્ટરની વરણીને લઈને એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ક્લિપમાં સુગરના ચૂંટાયેલા સભ્ય અશ્વિન પટેલ ક્ષત્રિય સમાજમાંથી આવેલા ફોન પર વાત કરી રહ્યા છે.
ક્લિપ વાયરલ થતા જ ક્ષત્રિય સમાજના લોકો કામરેજ સુગર પહોંચી ગયા હતા અને મામલો ગરમાયો હતો.
તાજેતરમાં કામરેજ સુગરની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાકી છે. ઉપપ્રમુખ પદ માટે ક્ષત્રિય સમાજમાંથી ઉમેદવારની પસંદગી કરવા માટે અશ્વિન પટેલને ફોન આવ્યો હતો.ફોન કરનારને અશ્વિન પટેલે કહ્યું કે, 'લાયક ઉમેદવારનું નામ તમે જ આપો.' તેમણે વધુમાં પૂછ્યું કે, 'સંસ્થા લાગણીથી ચલાવવાની છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાના છે? સમાજ પર જવું છે કે ખેડૂતનું હિત જોવું છે?' આ વાતચીતની ઓડિયો ક્લિપ આજે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.ક્લિપ વાયરલ થતા જ ક્ષત્રિય સમાજના લોકો અશ્વિન પટેલ પાસે ખુલાસો માંગવા કામરેજ સુગર પહોંચ્યા હતા. અશ્વિન પટેલે જણાવ્યું કે તેમની પ્રાથમિકતા ખેડૂતો અને સંસ્થાનું હિત છે.તેમણે સ્પષ્ટતા કરી કે તેમનો ઈરાદો સમાજની લાગણી દુભાવવાનો ન હતો. જો કોઈ રીતે લાગણી દુભાઈ હોય તો તેમણે સમાજની માફી માંગી હતી. આ રીતે કલાકોના વિવાદ બાદ મામલો શાંત પડ્યો હતો