🔥 TRENDING Manipur Deputy CM condemns killing of... Manipur child rights body demands time... Cabinet Approves New State Dialysis Ce... Eight UDP legislators join BJP, boosti... Meghalaya launches AI‑powered CM IMPAC... Tripura Increases Festival Grant by Rs...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સોમનાથ ત્રિવેણી સંગમમાં ખારવા સમાજ દ્વારા પિતૃ તર્પણ વિધિ પૂર્ણ
Religion

સોમનાથ ત્રિવેણી સંગમમાં ખારવા સમાજ દ્વારા પિતૃ તર્પણ વિધિ પૂર્ણ

✍️ Reporter: Sudip Gadhiya 🗓 09 Sep 2026, 02:16 PM 👁 42
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રાવણ વદ તેરસના પાવન દિવસે સોમનાથ ત્રિવેણી સંગમ ઘાટમાં ખારવા સમાજે વર્ષો જૂની પરંપરા મુજબ પિતૃ તર્પણ વિધિનું આયોજન કર્યું.

સોમનાથ ત્રિવેણી સંગમ ઘાટમાં શ્રાવણ વદ તેરસના પાવન દિવસે ખારવા સમાજ દ્વારા વર્ષો જૂની પરંપરા મુજબ પિતૃ તર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યું.

સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા અને પટેલ જીતુભાઈ કુહાડાની આગેવાનીમાં ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર, દીપદાન અને પિંડદાનની વિધિ સંપન્ન થઈ. કાવો-કસુંબો લીધા બાદ કોટવાળ દ્વારા હાકલ કરવામાં આવી.

હાકલ બાદ ઉપસ્થિત ખારવા સમાજના સભ્યો બ્રાહ્મણો પાસે દીવા પ્રગટાવી, પિંડ મૂકી અને પીપળા પાણી રેડી પિતૃઓની મોક્ષ માટે પ્રાર્થના કરી.

આ ધાર્મિક સમારંભમાં પટેલ જીતુભાઈ કુહાડા, ઉપ પટેલ બાબુભાઈ આગિયા, અધ્યક્ષ મોહનભાઈ આગિયા, મંત્રી નારણભાઈ બાંડીયા, વેરાવળ હોડી એસોસિઅન પ્રમુખ હીરાભાઈ વધાવી, વેરાવળ શહેર BJP ઉપ પ્રમુખ પૃથ્વીભાઈ ફોફંડી, ખારવા સમાજના અન્ય નેતા વિનુભાઈ ભૂત્તિ, કિશોરભાઈ ગોહેલ, ચુનીભાઈ ચોમલ, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પ્રકાશભાઈ માલમડી અને બહોળા સભ્યો ઉપસ્થિત રહ્યા.
📲Get App